Connect Gujarat
શિક્ષણ

અમરેલી: એક એવી શાળા જેમાં 61 વિદ્યાર્થીઓ કરે અભ્યાસ, પણ શિક્ષક જ નથી !

ગાંધીના ગુજરાતમાં ખેલે ગુજરાત,રમશે ગુજરાતને ભણશે ગુજરાતના સ્લોગનો સરકાર દ્વારા આપવામાં આવ્યા છે પણ કરમની કઠણાઈ એ છે

X

ગાંધીના ગુજરાતમાં ખેલે ગુજરાત,રમશે ગુજરાતને ભણશે ગુજરાતના સ્લોગનો સરકાર દ્વારા આપવામાં આવ્યા છે પણ કરમની કઠણાઈ એ છે કે સ્લોગનો માત્ર કાગળો પર સીમિત રહ્યા હોય તેમ અમરેલી જિલ્લાની એક એવી માધ્યમિક શાળા છે કે જ્યાં ધોરણ 9 અને10 માં 61 વિદ્યાર્થીઓ છે અને એક પણ શિક્ષક નથી.ક્યાં છે આવી શાળા જોઈએ આ સ્પેશ્યલ રિપોર્ટમાં

આ છે અમરેલી જિલ્લાના બગસરાનું માવજીંજવા ગામ..5 હજારની વસ્તી ધરાવતા માવજીંજવા ગામમાં સુપ્રસિદ્ધ મેજીશિયન જાદુગર કે.લાલની કર્મ ભૂમિ હોવાથી માવજીંજવા દ્વારા શ્રી કે.લાલ હાઇસ્કુલ નામ આપવામાં આવ્યું છે આ કે.લાલ હાઈસ્કૂલમાં ધોરણ 9 અને ધોરણ 10 માં 61 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને એક શિક્ષકના આધારે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કઠણાઈ કે શિક્ષક અને આચાર્યની જવાબદારી નિભાવતા શિક્ષકને માધ્યમિક શાળાની આચાર્યની ભરતીમાં પાસ થઈ જતા શ્રી કે.લાલ હાઇસ્કુલમાંથી રાજીનામું આપીને બગસરાનું મેઘાણી હાઈસ્કૂલમાં ચાલ્યા જવાથી શિક્ષક વિહોણી શાળા બની ગઈ છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે સવાલો ઉભા થઇ ગયા છે

શ્રી કે.લાલ હાઇસ્કુલમાં લેખિતમાં કલાર્ક અને સરપંચને ચાર્જ સોંપવામાં આવ્યો હોય જે સ્પષ્ટ જોઈ શકાય છે અને હાલ બે પ્રવાસી શિક્ષકો મુક્યા હોય અને ગ્રામ પંચાયત સંચાલિત કે.લાલ હાઇસ્કુલ હોવાથી સંચાલન સરપંચને સોંપ્યું છે તેવું અમરેલી જિલ્લા શિક્ષાણાધિકારી કે.વી.મીયાણી જણાવી રહ્યા છે

Next Story