અમરેલી : સગાઈ પ્રસંગે રબારીકા ગામેથી નીકળેલા દેવીપૂજક પરિવારના વાહનને નડ્યો અકસ્માત, 20થી વધુ લોકોને ઇજા…

ખડાધાર ગામ નજીક અચાનક પિકઅપ વાનનો ગુડકો તૂટી જતા અકસ્માત સર્જાયો હતો. આ દરમ્યાન ખાંભા-ઉના રોડ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો આકસ્માતમાં 20થી વધુ લોકોને ઇજાગ્રસ્ત થયા

New Update
  • ખાંભા-ઉના રોડ પર પિકઅપ વાનને નડ્યો અકસ્માત

  • સગાઈ પ્રસંગે નીકળેલા પરિવારને નડ્યો અકસ્માત

  • ગુડકો તૂટી જતાં પિકઅપ વાન રોડની ખાડીમાં ઉતર્યું

  • પિકઅપ વાનમાં સવાર 20થી વધુ મુસાફરોને ઇજાઓ

  • તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

અમરેલી જિલ્લાના ખાંભા-ઉના રોડ પર પિકઅપ વાનને અકસ્માત નડતાં 20થી વધુ મુસાફરોને ઇજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસારઅમરેલી જિલ્લાના ખાંભા-ઉના રોડ પર પિકઅપ વાનને અકસ્માત નડ્યો હતો. જેમાં ખાંભા તાલુકાના રબારીકા ગામેથી સગાઈના પ્રસંગ અર્થે દેવીપૂજક પરિવાર સહિતના સભ્યો અને મિત્રજનો પિકઅપ વાનમાં સવાર થઈ આવી રહ્યા હતા.

તે દરમ્યાન ખડાધાર ગામ નજીક અચાનક પિકઅપ વાનનો ગુડકો તૂટી જતા અકસ્માત સર્જાયો હતો. આ દરમ્યાન ખાંભા-ઉના રોડ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કેપિકઅપ વાનમાં સવાર 30 પૈકી 20થી 25 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોચી હતીત્યારે તમામ ઇજાગ્રસ્તોને ખાંભા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાજ્યારે 10 જેટલા ઇજાગ્રસ્તોને વધુ સારવારની જરૂર જણાતા અમરેલી ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Latest Stories