અમરેલી : AAPના કાર્યકરોએ સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરી ગજવી

સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરી ખાતે AAP દ્વારા હલ્લાબોલ, સર્વે બાદ અન્ય લોકોને લાભ મળ્યો હોવાનો AAP દ્વારા આક્ષેપ.

અમરેલી : AAPના કાર્યકરોએ સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરી ગજવી
New Update

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે થયા બાદ લાભાર્થીઓના બદલે અન્ય લોકોને લાભ મળ્યો હોવાના આક્ષેપ સાથે સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.

રાજ્યમાં કમોસમી વરસાદ અને તાઉતે વાવાઝોડાના કારણે ખેડૂતોને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. તેવામાં રાજ્ય સરકાર દ્વારા સહાય વળતર ચુકવવા માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લાભાર્થીઓના બદલે અન્ય લોકોને લાભ મળ્યો હોવાની બૂમો ઉઠી છે, ત્યારે સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. જેમાં સર્વેમાં ગોટાળા થયા હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. તાલુકા પંચાયત પ્રમુખને આવેદન પત્ર પાઠવી આગામી 3 દિવસમાં લાભાર્થીઓને લાભ નહીં મળે તો પંચાયત કચેરીનો ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

#Protest #Amreli #Aam Aadmi Party #allegation #Taluka Panchayat #Amreli News #Connect Gujarat News #AAP Protest #AAP News
Here are a few more articles:
Read the Next Article