-
મામલતદાર કચેરીમાં જ ભ્રષ્ટાચાર
-
જાગૃત નાગરિકે કર્યા આક્ષેપ
-
પીસીસીના કામમાં ગોબાચારીના આક્ષેપ
-
રેતી સાથે મોટા પ્રમાણમાં માટીની ભેળસેળ
-
મામલતદારે તપાસના આપ્યા આદેશ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા મામલતદાર કચેરીમાં પીસીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે,જોકે રસ્તો બનાવવામાં હલ્કી ગુણવત્તાનાં મટીરીયલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ જાગૃત નાગરિકે કર્યો છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાની મામલતદાર કચેરીમાં 40 લાખના પીસીસી રોડમાં અતિ નિમ્ન કક્ષાની કામગીરી કરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી છે.રેતીમાં માટી ભેળવીને પીસીસી કામગીરીનો લગભગ 90 ટકા માર્ગ પણ બની ગયો હતો,સીમરન ગામના જાગૃત નાગરિક ભરત ચોડવડિયા મામલતદાર કચેરીમાં પોતાના કોઈ કામ અર્થે આવ્યા હતા.
ત્યારે તેઓનું ધ્યાન આ કામગીરી પર ગયું હતું,અને તેમને મામલતદાર નું પણ ધ્યાન દોર્યું હતું.તેઓએ જણાવ્યું હતું કે મામલતદાર કચેરીમાં જે પીસીસીની કામીગીરી થઇ રહી છે,તેમાં રેતીમાં માટી વધુ પ્રમાણમાં ભેળવવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ત્યારે મામલતદાર પણ સ્તબ્ધ થઈ ગયા હતા અને તાત્કાલિક આર.એન્ડ બી.ના અધિકારીને બોલાવીને હલ્કી કક્ષાની કામગીરી અટકાવી દીધી હતી.
મામલતદાર કચેરીમાં જ આવી હલ્કી ગુણવત્તાના કામોમાં રેતીમાં માટી ભેળવીને માર્ગ બનાવવામાં આવ્યો છે. અને હવે કામગીરી બંધ કરવામાં આવી છે,ત્યારે પ્રજાના ટેક્સના પૈસાનું પાણી વિકાસની આંધળી દોટમાં આંધણ થઈ રહ્યું હોવાની સ્પષ્ટ પ્રતીતિ જોવા મળી હતી.આર.એન્ડ બી.ના કર્મચારીએ અધિકારી હાજર ન હોવાથી પોતે આવ્યા હોવાનું જણાવ્યું હતું અને કામગીરી બંધ કરાવી હોવાનું જણાવ્યું હતું.
સાવરકુંડલાની મામલતદાર કચેરીમાં રોડના પીસીસી કામમાં નબળી ગુણવત્તાની કામગીરીમાં રેતી સાથે માટી ભેળવીને થતી પીસીસીની કામગીરી અટકાવી છે.ત્યારે મામલતદાર જે.એન.પંડ્યાએ તપાસ કરવાના આદેશ આપ્યા હતા.