Connect Gujarat
ગુજરાત

અમરેલી : વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગી નેતાઓ શિવની આરાધનામાં લીન, નાગનાથ મંદિર મહાઆરતીનું આયોજન કરાયું.

શ્રાવણ માસના સોમવારનું ખાસ મહત્વ શિવજીના મંદિરમાં હોય ત્યારે કોંગ્રેસ પણ હવે ભાજપના માર્ગ પર આવીને અમરેલીના ખ્યાતનામ નાગનાથ મંદિર ખાતે કોંગ્રેસ દ્વારા શિવજીની મહાઆરતીનું આયોજન કરાયું હતું

X

શ્રાવણ માસના સોમવારનું ખાસ મહત્વ શિવજીના મંદિરમાં હોય ત્યારે કોંગ્રેસ પણ હવે ભાજપના માર્ગ પર આવીને અમરેલીના ખ્યાતનામ નાગનાથ મંદિર ખાતે કોંગ્રેસ દ્વારા શિવજીની મહાઆરતીનું આયોજન કરીને વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગી નેતાઓ શિવમય બન્યા હતા.

જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ વિધાનસભા 202 ની ચૂંટણી લડવા ઉત્સુક નેતાઓ દ્વારા મતદાતાઓ પર પ્રભાવ પાડવાના અખતરાઓ ત્યારે પ્રસિદ્ધ અમરેલીના નાગનાથ મહાદેવના મંદિર ખાતે સાંજના સુમારે કોંગ્રેસ દ્વારા શિવજીની મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમા પૂર્વ નેતા વિપક્ષ અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી અને કોંગ્રેસના વિવિધ ફ્રન્ટના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.અને ભગવાન શિવની આરાધના કરી હતી. જેમાં ધાણાની શિવમય જોવા મળ્યા હતા અને મહાઆરતીમાં લોકોની જનમેદની શ્રાવણીયો સોમવાર હોવાથી વધુ ઉમટી હતી.

વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસ હવે ભાજપના નકશે કદમ પર ચાલીને હિન્દુત્વ પર ભાર આપી રહી હોય ત્યારે પૂર્વ નેતા વિપક્ષ અને કોંગી નેતાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અમરેલીના અધ્યક્ષ અને ડોક્ટર જે.જી.ગજેરા પણ મહા આરતીમાં સાથે જોવા મળ્યા હતા. વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ હિન્દુત્વના મુદ્દે હવે કોંગ્રેસ આગળ વધી હોય તેમ શ્રાવણીયા સોમવારે મહા આરતી કોંગ્રેસ દ્વારા થઈ તેમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષની વિશેષ ઉપસ્થિતિથી અમરેલીના રાજકારણમાં નવા જુનીના સમીકરણો આગામી વિધાનસભાની ચૂંટણીમાં થાય તો નવાઈ નહિ..!

Next Story