Connect Gujarat
ગુજરાત

અમરેલી : દરિયો ખેડી 350 મીટર સુધી તરતા તરતા પ્રચાર કરવા ચાંચ બંદર પહોચ્યા અંબરીશ ડેર...

અમરેલી જિલ્લાની 98 વિધાનસભા રાજુલા-જાફરાબાદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અંબરીશ ડેર દ્વારા ચૂંટણીમાં નવતર પ્રચાર કરવામાં આવ્યો હતો.

X

અમરેલી જિલ્લાની 98 વિધાનસભા રાજુલા-જાફરાબાદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અંબરીશ ડેર દ્વારા ચૂંટણીમાં નવતર પ્રચાર કરવામાં આવ્યો હતો. પાણીમાં ડૂબકી લગાવવા સાથે તેઓએ દરિયો ખેડી મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.

વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય તેવામાં ઉમેદવારો પ્રચાર-પ્રસારના નવતર કિમીયાઓ અજમાવતા હોય છે, ત્યારે અમરેલી જિલ્લાની 98 વિધાનસભા રાજુલા-જાફરાબાદ બેઠકના કોંગ્રેસના ઉમેદવારને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અમરીશ ડેર દ્વારા પણ નવતર પ્રચાર કરવામાં આવ્યો હતો. વિકટરથી ચાંચ બંદર સુધીનો 350 મીટરનો દરિયાઈ પુલ ન બનતો હોવાના કારણે અંબરીશ ડેર વિક્ટર દરિયા કાંઠેથી ડૂબકી લગાવી ચાંચ બંદરના સામા છેડે 350 મીટર સુધી દરિયામાં તરતા તરતા પ્રચાર કરવા પહોચ્યા હતા, જ્યાં ચાંચ બંદર વાસીઓએ અંબરીશ ડેરનું સ્વાગત કરી "તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હે"ના નારા લગાવ્યા હતા.

જોકે, રાજુલાના વિકટરથી ચાંચ બંદર સુધીનો દરિયાઈ માર્ગ પર પુલ બનાવવા માટે વિધાનસભામાં અનેકવાર રજૂઆતો કરવા છતાં ટસની મસ ન થતી સરકાર સામે કોંગ્રેસના ઉમેદવાર અંબરીશ ડેર દ્વારા નવતર પ્રકારનો વિરોધ કરીને સરકારની આંખ ઉઘાડવાના પ્રયાસ કર્યો છે. વિકટર દરિયાકાંઠેથી દરિયામાં ડૂબકી લગાવી કોંગ્રેસની કાર્યકર્તાઓ સાથે તેઓ સામે પાર હેમખેમ પહોંચતા સ્થાનિકોએ પણ ભવ્ય સ્વાગત કર્યું હતું. અમરીશ ડેરે જણાવ્યુ હતું કે, મારી જીત બાદ પણ જો આગામી 5 વર્ષમાં દરિયાઈ ખાડી ઉપર પૂલ ન બનાવી શકું તો ચાંચબંદર, ખેરા અને પટવા વિસ્તારમાં પ્રચાર-પ્રસાર કરવા કે, વોટ માંગવા માટે નહીં આવ્યું તેવી બાહેંધરી આપું છું.

Next Story