Connect Gujarat
ગુજરાત

અમરેલી : એમ્બ્યુલન્સ અને ખાનગી બસ વચ્ચે સર્જાયો અકસ્માત, એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને દર્દીના સગાનું મોત

અમરેલી જિલ્લાના ધારી નજીક ખાનગી બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને દર્દીના સગાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

X

અમરેલી જિલ્લાના ધારી નજીક ખાનગી બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને દર્દીના સગાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, અમરેલીના ધારીના ખોડીયાર મંદિર નજીક વાવના પાટીયા પાસે ખાનગી બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સુરતથી ધારી તરફ આવતી અનુકૂળ ટ્રાવેલ્સની ખાનગી એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાતા ડ્રાઈવર અને દર્દીના સગાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ સાથે જ એમ્બ્યુન્સમાં સવાર અન્ય 3 દર્દીના સગાઓ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બનાવના પગલે પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, જ્યાં બન્ને મૃતકોને ધારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે તેમજ અન્ય 3 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે અમરેલી ખસેડવામાં આવ્યા હતા.

Next Story
Share it