અમરેલી: ઇકો સેન્સેટિવ ઝોન મામલે લોકોને ગેરમાર્ગે ન દોરાવવા અપીલ,પ્રેસ કોન્ફરન્સ દ્વારા અપાય માહિતી

ગીર પંથકમાં ઇકો સેન્સરટીવ ઝોન મામલે થઈ રહેલા વિરોધ વચ્ચે વન વિભાગે પ્રેસ કોન્ફરન્સ યોજી લોકોને ગેરમાર્ગે ન દોરાવા અપીલ કરી હતી

New Update
Advertisment

ગીર પંથકમાં ઇકો સેન્સેટિવ ઝોનનો વિરોધ

Advertisment

અનેક ગામોમાં વિરોધ નોંધાવાયો

વન વિભાગ દ્વારા યોજાય પ્રેસ કોન્ફરન્સ

લોકોને ગેરમાર્ગે ન દોરાવા કરાય અપીલ

લોકોને માહિતી આપવાનો પ્રયાસ

ગીર પંથકમાં ઇકો સેન્સરટીવ ઝોન મામલે થઈ રહેલા વિરોધ વચ્ચે વન વિભાગે પ્રેસ કોન્ફરન્સ યોજી લોકોને ગેરમાર્ગે ન દોરાવા અપીલ કરી હતી
Advertisment
ઈકો સેંસીટીવ ઝોન મામલે ગીરના ગામડામાં ઉઠતા વિરોધ વચ્ચે ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર વિગતો ધારી ગીરના ડી.સી.એફ. રાજદીપસિંહ ઝાલા દ્વારા આપવામાં આવી હતી. તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઇકો સેંસીટીવ ઝોન છેલ્લા 10 વર્ષથી ચાલુ છે ને હાલ માત્ર નામદાર સુપ્રીમ કોર્ટ ની ગાઈડલાઈન મુજબ નોટિફીકેશન બહાર પડ્યું છે. 60 દિવસમાં  ગામડાઓમાં અવરોધ હોય તો તે રજૂઆત કરી શકે છે પણ ઇકો સેંસીટીવ ઝોનથી જે લોકોમાં ગેરસમજ ફેલાયેલ છે તેને દૂર કરવા અમરેલી જિલ્લાની મીડીયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ કરીને કોઈ ખેતીના કામોમાં, મકાન બાંધકામમાં કે અન્ય  રસ્તાઓ બનાવવામાં  વનવિભાગની પરવાનગી રહેતી નથીમ ખોટી ગેરસમજણમાં ના ભરમાવવા માટે ધારી વનવિભાગના ડી.સી.એફ. રાજદીપસિંહ ઝાલાએ અનુરોધ કર્યો હતો
Latest Stories