મગફળીની “બમ્પર” આવક : અમરેલી-બાબરા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થતાં ખેડૂતોની લાંબી કતાર…

બાબરા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ 1100થી લઈને 1245 સુધી બોલાય છે. જોકે, એક ખેડૂત દીઠ ટેકાના ભાવે 125 મણ મગફળી લેવામાં આવે છે મગફળી ભરેલા વાહનોની 1 કિલોમીટર લાંબી કતારો લાગી

New Update
  • રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ

  • બાબરા માર્કેટ યાર્ડમાં મગફળીની મોટાપાયે આવક

  • મગફળી ભરેલા વાહનોની 1 કિમી લાંબી કતાર લાગી

  • એક ખેડૂત દીઠ 125 મણ મગફળી લેવામાં આવી

  • 250 મણ મગફળી ખરીદાય તો વધુ ફાયદો : ખેડૂત 

અમરેલી જિલ્લાના બાબરા માર્કેટ યાર્ડમાં મગફળીની મોટાપાયે આવક જોવા મળી રહી છેજ્યાં મોડી રાતથી મગફળી ભરેલા વાહનોની 1 કિલોમીટર લાંબી કતારો લાગી હતી.

સમગ્ર ગુજરાતમાં 160થી વધુ ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થવા જઈ રહ્યો છેત્યારે અમરેલી જિલ્લાના બાબરા માર્કેટિંગ યાર્ડ બહાર મગફળી ભરેલા વાહનોની 1 કિલોમીટર લાંબી કતારો લાગી હતી.

બાબરા માર્કેટિંગ યાર્ડમાં 7થી 8 હજાર મણ મગફળીની આવક નોંધાય છે. ટેકાના ભાવે મગફળીનો ભાવ 1350 સુધી આપવામાં આવે છે. પણ હજુ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી ન હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો.

બાબરા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ 1100થી લઈને 1245 સુધી બોલાય છે. જોકેએક ખેડૂત દીઠ ટેકાના ભાવે 125 મણ મગફળી લેવામાં આવે છેજે વધારીને 250 મણ ખરીદવામાં આવે તો વધુ ફાયદો થશે તેવું પણ ખેડૂતો જણાવી રહ્યા છે. તો બીજી તરફબાબરા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ પ્રમાણમાં આવક થતાં સેડ ભરાય જતાં મગફળી ખુલ્લામાં રાખવી પડી હતી.

Latest Stories