અમરેલી : ભાજપ નેતાનો પુત્ર સુસાઈડ નોટ લખીને ગુમ થઈ જતા ચકચાર, પોલીસ શોધખોળ શરૂ કરી

અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ અને ઉદ્યોગપતિ સુરેશ પાનસુરીયાનો પુત્ર રવિ પાનસુરીયા વ્યાજખોરોના ત્રાસથી સુસાઈડ નોટ લખીને ગુમ થઈ જતા ચકચાર....

New Update
  • જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ અને ઉધોગપતિનો પુત્ર ગુમ  

  • વ્યાજખોરોના ત્રાસથી સુસાઈડ નોટ લખીને થયો લાપતા

  • સોશિયલ મીડિયામાં વીડિયો બનાવીને થયો ગુમ

  • વ્યાજખોરોનો પઠાણી ઉઘરાણીનો ઓડિયો થયો વાયરલ 

અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ અને ઉદ્યોગપતિનો પુત્ર સુસાઈડ નોટ લખીને ગુમ થઈ જતા ચકચાર મચી ગઈ હતી,વ્યાજખોરોના ત્રાસથી રવિ પાનસુરીયાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.હાલ પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

અમરેલીમાં સાવરકુંડલાના ઉદ્યોગપતિનો બિલ્ડર પુત્ર વ્યાજખોરના ત્રાસથી લાપતા થયો હોવાનું સામે આવ્યું છે. અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ અને ઉદ્યોગપતિ સુરેશ પાનસુરીયાનો પુત્ર રવિ પાનસુરીયા ગુમ થયો છે. ગત 31 ડિસેમ્બરની રાત્રે વ્યાજખોરોના ત્રાસથી રવિએ સ્યુસાઈડ નોટ લખી હતી. સમગ્ર મામલે જાણ કરતાં પોલીસે ઉદ્યોગપતિના લાપતા પુત્રની શોધખોળ હાથ ધરી છે.

સાવરકુંડલામાં ઉદ્યોગપતિનો પુત્ર રવિ પાનસુરીયા વ્યાજખોરોના ત્રાસથી ગુમ થયો છે. રવિ લાપતા થયો એ પહેલા એક નોટ લખી હતી. આ સાથે તેણે વ્યાજખોરોના ત્રાસ મામલે સોશિયલ મીડિયામાં વીડિયો બનાવ્યો હતો. જેમાં સ્યુસાઈડ નોટ અને વીડિયોમાં રવિએ જણાવ્યું હતું કે, 'ગોધરા નીટ કાંડના દીક્ષિત પટેલ સહિતના 16 જેટલાં વ્યાજખોરોના ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો.'

રવિએ લખેલી સ્યુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે, 'દીક્ષિત પટેલ સહિત 16 વ્યક્તિઓ પાસેથી 11 કરોડ 25 લાખ વ્યાજે લીધા હતા. જેમાં 4 કરોડ 90 લાખની મિલકત અને 3 કરોડ 38 લાખ RTGSથી ચૂકવી દીધા છે. જ્યારે 2 કરોડ 97 લાખ જેવી બાકી રકમ સામે વ્યાજખોરોએ રૂપિયા 15 કરોડની પઠાણી ઉઘરાણી કરી છે.

ગત 31 ડિસેમ્બરની રાત્રે ઘરેથી હાથમાં મોબાઈલ લઈને રવિ પાનસુરીયા જતો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. બીજી તરફપુત્ર ગુમ થતાં પરિવાર ચિંતામાં મુકાયો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે લાપતા રવિ શોધખોળ હાથ ધરી છે.

Latest Stories