Connect Gujarat
ગુજરાત

અમરેલી: લીલીયામાં જેલમાંથી છુટીને આવેલા બુટલેગર ઉપર મોડી રાત્રે 2 રાઉન્ડ ફાયરિંગ,પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ

અમરેલીના લીલીયામાં કિશન દવે પર ફાયરિંગ કરનાર આરોપીઓને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી: લીલીયામાં જેલમાંથી છુટીને આવેલા બુટલેગર ઉપર મોડી રાત્રે 2 રાઉન્ડ ફાયરિંગ,પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ
X

અમરેલીના લીલીયામાં કિશન દવે પર ફાયરિંગ કરનાર આરોપીઓને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલીના લીલીયા શહેરમાં રહેતો કિશન દવે નામનો વ્યક્તિ અન્ય ગુનાઓ સબબ જેલમાં હતો અને જેલમાંથી બહાર આવ્યો હતો અને રણજીત ધાધલ સાથે મોબાઇલમાં વાતચીત કરી હતી કે તું જેલમાં હતો ત્યારે મારા વિરુદ્ધ કેમ વાત કરી હતી ત્યારે એ બાબતની રીસ રાખીને રણજીત ધાધલ અને ફૈઝલ તેમજ સમીર સમાએ કિશન દવેના ઘરે જઈને તેના ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરી ઇજા પહોંચાડવાની ઘટના બની હતી. આ ઘટનાના આરોપીઓને પકડવા માટે પોલીસે વિવિધ ટીમો બનાવી અને રણજીત ધાધલ,ફૈઝલ અને સમીરને પિસ્તોલ સાથે દબોચી લીધા હતા.પોલીસે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે કિશન દવે જ્યારે સારવારમાં હોસ્પિટલમાં હતો ત્યારે તેને ફોનમાં ધમકી આપવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા માલુમ પડ્યું કે આ ધમકી આપનાર ફેઝલ હતો

Next Story