અમરેલી : ધાતરવડી માઈનોર કેનાલમાં ભંગાણ, તંત્ર દ્વારા સમારકામ નહીં કરાતા ખેડૂતોમાં રોષ...

જીલ્લાના રાજુલા તાલુકાના ધાતરવડી ગામે માઈનોર કેનાલની સિંચાઈ યોજનામાં આવેલ કુંડીમાં છેલ્લા ઘણા સમયથી ગાબડું પડ્યું છે.

New Update
અમરેલી : ધાતરવડી માઈનોર કેનાલમાં ભંગાણ, તંત્ર દ્વારા સમારકામ નહીં કરાતા ખેડૂતોમાં રોષ...

અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના ધાતરવડી ગામે માઈનોર કેનાલની સિંચાઈ યોજનામાં આવેલ કુંડીમાં છેલ્લા ઘણા સમયથી ગાબડું પડ્યું છે. આ કુંડી રીપેર કરવા માટે ગ્રામજનોએ તંત્રને વારંવાર રજૂઆત કરી છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ નહીં ધરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

રાજુલાના ધાતરવડી-1 સિંચાઇ યોજનાની માઈનોર કેનાલમાં કુંડીનું રીપેરીંગ તેમજ કેનાલની સાઈડ ઉપર પાળા ચઢાવવવા માટે રાજુલા પિયત સહકારી સિંચાઇ મંડળીના પ્રમુખ રમેશ વસોયા દ્વારા સાંસદ નારણ કાછડીયા અને પાણી પુરવઠા મંત્રીને લેખીત રજૂઆત કરવામાં આવી હતી. જોકે, રજૂઆત કર્યા બાદ જળસંપત્તિ વિભાગ દ્વારા જે તે વિભાગને આ પ્રશ્નનું યોગ્ય નીકાલ કરવા હુકમ પણ કરાયો હતો. છતાં પણ અધિકારીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએથી મળેલ હુકમની અવગણના કરી નિષ્ફળ કામગીરી કરતાં હોવાનું રમેશ વસોયા સહિતના ખેડૂતોએ જણાવ્યુ હતું.

જોકે, ગ્રામજનોમાં ભારે રોષ સાથે ધાતરવડી સિંચાઇ યોજનાના અધિકારીઓ સામે ભારે આક્રોશ ફેલાયો છે. કેનાલમાં ભંગાણ સર્જાતા કુંડીનું રીપેરીંગ નહીં કરાતા ખેડૂતોને પાણી મળતું નથી. આ કુંડી તુટેલી હોવાથી પાણી છલકાય જતાં પાણીનો પણ મોટો વેડફાટ થાય છે. જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકશાન થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ કેનાલમાંથી આસપાસના ઘણા ખેડૂતોને ખેતી માટે પાણી મળે છે, ત્યારે હવે તાત્કાલિક ધોરણે આ પડતર પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે તેવી ખેડૂતોની ઉગ્ર માંગ છે.

Latest Stories