અમરેલી : સાળાએ 12 મિત્રો સાથે મળીને કુહાડીથી પગ કાપી નાખતા સારવાર દરમ્યાન બનેવીનું મોત..!

અમરેલીના વડિયા તાલુકાના અરજણસુખ ગામમાં સાળા સહિત 12 જેટલા મિત્રોએ 60 વર્ષીય બનેવી પર હુમલો કરી પગ કાપી નાંખતા સારવાર દરમિયાન મોત નીપજ્યું....

New Update
  • વડિયા તાલુકાના અરજણસુખ ગામની ચકચારી ઘટના

  • સાળા સહિત 12 મિત્રોનો 60 વર્ષીય બનેવી પર હુમલો

  • પગ કાપી નાંખતા સારવાર દરમિયાન બનેવીનું મોત

  • ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો

  • હત્યારાઓનું પગેરું મેળવવા પોલીસે કવાયત હાથ ધરી

અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અરજણસુખ ગામમાં સાળા સહિત 12 જેટલા મિત્રોએ 60 વર્ષીય બનેવી પર હુમલો કરી પગ કાપી નાંખતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારઅમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અરજણસુખ ગામમાં રહેતાં ભરતભાઇ નામના સગાને ત્યાં ગોંડલના 60 વર્ષીય દિશેન સોલંકી આવ્યા હતાજ્યાં તેમના સાળા સહિત કેટલાક લોકોએ અંગત અદાવતમાં જીવલેણ હુમલો કરી કુહાડીથી પગ કાપી નાખતા દિનેશભાઇને સારવાર અર્થે અમરેલી બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા હતાજ્યાં સારવાર દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત દિનેશભાઇનું મોત નીપજ્યું 

તો બીજી તરફબનાવની જાણ થતાં જ અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યો હતોજ્યાં સગા-સંબધીઓના નિવેદન લઈ હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા અને હત્યારાઓનું પગેરું મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે.

Latest Stories