Connect Gujarat
ગુજરાત

અમરેલી : ખાંભા ગામના સરપંચના પિતા સામે ફરિયાદ નોંધાતા ગ્રામજનોમાં રોષ, ગામ સજ્જડ બંધ રાખ્યું...

જિલ્લાના ખાંભા ગામના સરપંચના પિતા સામે એટ્રોસીટી એક્ટ મુજબ પોલીસ મથકે ફરીયાદ નોંધાતા ગ્રામજનોએ ગામ સજ્જડ બંધ રાખ્યું હતું.

X

અમરેલી જિલ્લાના ખાંભા ગામના સરપંચના પિતા સામે એટ્રોસીટી એક્ટ મુજબ પોલીસ મથકે ફરીયાદ નોંધાતા ગ્રામજનોએ ગામ સજ્જડ બંધ રાખ્યું હતું.

અમરેલી જિલ્લાના ખાંભાના સરપંચના પિતા સામે એટ્રોસીટી એક્ટ મુજબ પોલીસ ફરીયાદ નોંધાય છે. જેમાં સરપંચના પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાતા ખાંભા પંથક સજ્જડ બંધ રહ્યું હતું. સરપંચ પ્રતિનિધિ સામે પોલીસ ફરિયાદના વિરોધમાં ગ્રામજનોએ ગામ સજ્જડ બંધ રાખ્યું હતું. તો બીજી તરફ, મોટી સંખ્યામાં ખાંભાના વેપારીઓ આવ્યા સરપંચના સમર્થનમાં આવ્યા હતા. આ મામલે વેપારીઓએ ખાંભા પોલીસ અને મામલતદારને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. સરપંચના પિતા બાબાભાઈ ખુમાણ સામે પોલીસ ફરિયાદ થતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે, જ્યાં RTI સહિતની માહિતીનો જવાબ ન આપીને માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવાના મામલે યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Next Story