અમરેલી: ઇકો સેન્સેટિવ ઝોન મુદ્દે કોંગ્રેસ દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાયો

અમરેલી જિલ્લાના ધારી ખાતે કોંગ્રેસ દ્વારા ઇકો સેન્સિટીવ ઝોન મુદ્દે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા

New Update

અમરેલી જિલ્લામાં કોંગ્રેસનું આયોજન

કોંગ્રેસ દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાયો

ઇકોસેન્સેટિવ ઝોન મુદ્દે સંવાદ કાર્યક્રમ

કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ રહ્યા ઉપસ્થિત

ઇકો સેન્સેટિવ ઝોનનો કર્યો વિરોધ

અમરેલી જિલ્લાના ધારી ખાતે કોંગ્રેસ દ્વારા ઇકો સેન્સિટીવ ઝોન મુદ્દે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા
અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના 196 ગામોનો ઇકો સેન્સેટીવ ઝોનમા સમાવેશ કરાયો હોય આ મુદે ધારીમા કોંગ્રેસ દ્વારા ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલ,પરેશભાઇ ધાનાણી, પ્રતાપ દુધાત, પાલ આંબલીયા સહિતના નેતાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. શકિતસિંહ ગોહિલે જણાવ્યુ હતુ કે આ વિસ્તારમા ખેડૂતો, ખેત મજુરો, માલધારીઓ સિંહોનુ સંવર્ધન કરે છે અને એટલે જ સિંહોની સંખ્યામા વધારો થઇ રહ્યો છે. આવા સંજોગોમા આવા કાયદાની જરૂર નથી.અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે અમરેલી જિલ્લાના 72 ગામડાઓમાં  મતદાન કરવાની પદ્ધતિ અમલીકરણ કરવાની જાહેર મંચ પરથી વાત કરી હતી
Latest Stories