અમરેલી : કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતની કાર પર હુમલાથી ચકચાર,કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ કર્યો હુમલાનો પ્રયાસ

અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતની કાર પર મોડી રાત્રે કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ હુમલો કરતાં પોલીસે એક્શનમાં આવીને શરૂ કરી તપાસ 

New Update
  • કોંગ્રેસના નેતાની કાર પર હુમલો

  • પ્રતાપ દુધાતની કાર પર હુમલાનો પ્રયાસ

  • અજાણ્યા હુમલાખોરોએ કર્યો હુમલાનો પ્રયાસ

  • પ્રતાપ દુધાતે SPને કરી રજૂઆત

  • પોલીસે એક્શનમાં આવીને શરૂ કરી તપાસ 

અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતની કાર પર ગત મોડી રાત્રે કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો.આ અંગે તેઓએ જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.

અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતની કાર પર ગત મોડી રાત્રે કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો.સરદાર સન્માન યાત્રાનું સોમનાથ ખાતે સમાપન કરીને પરત ફરતી વેળાએ દુધાળા ગામ નજીક અસામાજિક તત્વોએ પાઇપથી હુમલો કર્યો હતો.

આ અંગે પ્રતાપ દૂધાતે જણાવ્યું હતું કેસરદાર સન્માન યાત્રાનું સોમનાથ ખાતે સમાપન કરીને પરત ફરતી વેળાએ ઉનાથી અંદર આવ્યો ત્યારે અમરેલી બાજુની ચેકપોસ્ટથી બહાર નીકળતા મધુવન હોટલ પાસે અંદાજીત 15-20 અસમાજિક તત્વો ઉભા હોય એવો ખ્યાલ આવતાં મારા ડ્રાઇવરે ગાડી સ્પીડમાં કાઢી લીધી હતી. આ બાદ દુધાળા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા તો બે ત્રણ કાર અને કેટલાક લોકો ત્યાં ઉભા હતા. આ બનાવ કેમ બન્યો અને એ લોકો કોણ હતા એ જવાબ તપાસ કરીને પોલીસ આપશે.

આ ઘટના અંગે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું કેરાત્રે 12 વાગ્યે અમને પ્રતાપ દૂધાતનો ફોન આવ્યો હતો કેતેઓ તુલસીશ્યામથી અમરેલી બાજુ આવતા કોઇએ તેમની કાર રોકવાનો પ્રયાસ કર્યો છે અને કાર પર હુમલો કર્યો છે. જેથી પોલીસની ટીમે ત્યાં પહોંચીને તપાસ કરી હતી. રાત્રે જ આ બાબતે ફરિયાદ લખાવવા જણાવવામાં આવ્યું હતું. આજે એ લોકો ફરિયાદ દાખલ કરાવશે. આ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ. આ વિસ્તારમાં ટુરિસ્ટોનો ધસારો રહે છેજેથી પોલીસ સતર્ક છે.

Latest Stories