-
અમરેલીના રાભડાનો હીરો એટલે કોહિનૂર સાંઢ
-
પશુપાલકની કેળવણીએ સાંઢને આપ્યું કદાવર સ્વરૂપ
-
ઝેડ બ્લેક કલરનો સાંઢ બન્યો સૌનાં આકર્ષણનું કેન્દ્ર
-
ગીર ગાયના સંવર્ધન માટે સાંઢને ભાડે આપવામાં આવે છે
-
પશુપાલક માટે કોહિનૂર બન્યો આર્થિક સધ્ધરતાનું માધ્યમ
અમરેલી જિલ્લાના દામનગર તાલુકાના રાભડા ગામના પશુપાલક ના કોહિનુર નામના સાંઢ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે,ગીર ગાયોના સંવર્ધન માટે સાંઢને ભાડે આપીને પશુપાલક લાખોની કમાણી કરી રહ્યા છે.
અમરેલી જિલ્લાના દામનગર તાલુકાનું રાભડા ગામના પ્રદીપ ગીર ગૌશાળામાં આજથી 11 માસ પહેલા પાળીયાદ નજીકથી ઝેડ બ્લેક કલરનો સાંઢ ખરીદીને લાવ્યા હતા.અને ત્યાર બાદ સારી એવી માવજતના કારણે સાંઢની ઉંચાઈ લગભગ 6 ફૂટ થઈ છે જાણે ગજરાજ સમાન હોય તેમ સાંઢની શારીરિક રીતે મજબૂત ગણાતા સાંઢનું નામ કોહિનુર છે.કોહિનુર સાંઢ આ પ્રદીપ ગીર ગૌશાળામાં રહે છે ને અન્ય 37 ગીર ગાયો પણ આ ગૌશાળામાં છે.જેમની માવજત સારસંભાળ પશુપાલક પ્રદીપ પરમાર કરી રહ્યા છે.પ્રદિપ પરમારે પોલીસની નોકરી માંથી રાજીનામુ આપીને પશુપાલનના વ્યવસાયમાં જોડાયા છે.
ત્રણ ગાયોનો ખોરાક એક્લો આ કોહિનુર સાંઢને આપવામાં આવે છે.સાથે સાથે સાંઢ કોહિનુરની ચાલવાની છટા અને રૂપ સાથે ઝેડ બ્લેક કલરને કારણે આખો અલગ ઉઠાવ આ કોહિનુર સાંઢનો જોવા મળે છે.જ્યારે આ સાંઢનું બ્રિડીંગ જે પણ ગાય સાથે થાય તેને વાછરડી જ જન્મ લેતી હોવાથી કોહિનુર સાંઢથી ત્રણ ગાયોએ ફિમેલ પ્રજાતિના વાછરડા જન્મ આપ્યા છે.જ્યારે હાલ આ કોહિનુર સાંઢ લાખો સાંઢ માંથી એકમાત્ર એવો ઝેડ બ્લેક કલર નો સાંઢ થતો હોવાનું પશુપાલક જણાવી રહ્યા છે.ત્યારે હાલ ગાંધીનગરના ગામડામાં આ કોહિનુર સાંઢને 8.50 લાખમાં 4 મહિના માટે ભાડે આપીને પશુપાલક પ્રદીપ પરમાર લાખોની કમાણી કરી રહ્યા છે.ઝેડ બ્લેક કલરમાં પ્રજાતિ વિકસાવવા માટેનો પણ તેઓનો ઉદેશ્ય છે.