અમરેલી : કાળઝાળ ગરમીમાં પાણીથી વંચિત વનરાજના વલખાં, દયનીય વિડિયો સામે આવતા સિંહપ્રેમીઓમાં નારાજગી..

સિંહનો પાણી માટે વલખા મારતો વિડીયો સામે આવ્યો છે. પાણી માટે સિંહ નદીના પટ્ટમાં ખાડો ખોદીને પાણી શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

New Update
અમરેલી : કાળઝાળ ગરમીમાં પાણીથી વંચિત વનરાજના વલખાં, દયનીય વિડિયો સામે આવતા સિંહપ્રેમીઓમાં નારાજગી..

કાળઝાળ ઉનાળાની ગરમીમાં પાણીથી વંચિત વનરાજ

પાણી વિના ત્રાહિમામ પોકારી ઉઠેલ જંગલના રાજા સિંહ

પાણી માટે વલખાં મારતા સિંહનો દયનીય વિડિયો વાયરલ

વન તંત્રની સિંહો માટે પાણીની અવ્યવસ્થાઓ સામે સવાલ

સિંહનો દયનીય વિડિયો વાયરલ સિંહપ્રેમીઓમાં નારાજગી

અમરેલી જીલ્લામાં કાળઝાળ ઉનાળાની ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા જંગલના રાજા સિંહનો દયનીય હાલતમાં વિડિયો વાયરલ થયો છે.અમરેલી જીલ્લામાં સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામની મેરામણ નદી કાંઠે પાણી વિના રજળપાટ કરતાં સિંહનો વિડિયો સામે આવ્યો છે. આમ તો વન તંત્ર દ્વારા ઉનાળાના પ્રારંભે જંગલ તેમજ વાડી વિસ્તારમાં વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યાસથા કરવામાં આવે છે.

પરંતુ જંગલના રાજા સિંહનો પાણી માટે વલખા મારતો વિડીયો સામે આવ્યો છે. પાણી માટે સિંહ નદીના પટ્ટમાં ખાડો ખોદીને પાણી શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ સાથે જ મેરામણ નદીમાં ખાડો ગાળીને સિંહનો ગરમીથી બચવાનો પ્રયત્ન કરી રહ્યો છે. શેત્રુજી ડિવિઝન તળેના ઘોબા પંથકમાં સિંહોનું સામ્રાજ્ય છતાં વન તંત્રની સિંહો માટે પાણીની અવ્યવસ્થાઓ સામે સિંહપ્રેમીઓમાં નારાજગી જોવા મળી છે.

Latest Stories