દુધાળામાં બે સરોવરનું લોકાર્પણ
સવજી ધોળકિયા દ્વારા નિર્મિત છે સરોવર
ધનિષ્ઠા અને રાધા સરોવરનું કરાયું લોકાર્પણ
DGPના હસ્તે સરોવરનું લોકાર્પણ
અભિનેતા,લેખક સહિત આમંત્રિતો રહ્યા ઉપસ્થિત
અમરેલીના લાઠીના દુધાળા ખાતે પદ્મશ્રી સવજી ધોળકિયા દ્વારા ધનિષ્ઠા અને રાધા સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે,જેનું ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લાના લાઠીના દુધાળા ગામ ખાતે જાણીતા ઉદ્યોગપતિ અને પદ્મશ્રી સવજી ધોળકિયા દ્વારા જળસંગ્રહ માટે ઉત્તમ પ્રયાસો કરવામાં આવ્યા છે,તેઓએ પોતાના પરિવારની સ્ત્રીઓના નામ આપીને સરોવરનું નિર્માણ કર્યું છે.સવજી ધોળકિયા દ્વારા ધનિષ્ઠા અને રાધા સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે,આ સરોવરનું લોકાર્પણ રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જાણીતા અભિનેતા પદ્મશ્રી મનોજ જોષી,કટાર લેખક જય વસાવડા સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.