અમરેલી જિલ્લામાં ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્ક પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે સિંહ સહિતના પ્રાણીઓને પ્રત્યક્ષ જોવાનો આનંદ પ્રવાસીઓ ઉઠાવી રહ્યા છે.
દિવાળી વેકેશનમાં આપણા ગુજરાત રાજ્યના લોકો સૌ થી વધુ પરિવાર સાથે બહાર નીકળતા હોય છે.ત્યારે સૌરાષ્ટ્રમાં આવેલ સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા માટે લોકો ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને અન્ય રાજ્ય રાજસ્થાન,મધ્યપ્રદેશ આસપાસના રાજ્ય માંથી પ્રવાસીઓની ભીડ જામી રહી છે.
લોકો પરિવાર સાથે વેકેશનની મજા માણવા અમરેલીના આંબરડી સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે.અહી વનવિભાગ દ્વારા દિવાળી વેકેશનને લઇ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.ત્યારે પર્યટકો આ સફારી પાર્કમાં સિંહ દર્શન સહિતનો લ્હાવો લઈ ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે,
આંબરડી સફારી પાર્કમાં દિવાળી વેકેશનમાં લોકો પરિવાર સાથે આવી રહ્યા છે અહીં સેલ્ફી પોઇન્ટ છે.અને આંબરડી સફારી પાર્કમાં એક સિંહ યુગલ સિંહબાળ સાથેનું સ્ટેચ્યુ સૌથી મોટું મુકવામાં આવ્યું છે.જે સફારી પાર્કમાં આકર્ષણનું કેન્દ્ર છે,લોકો દૂર દૂરથી આ સ્ટેચ્યુ જોવા માટે આવી રહ્યા છે અને સેલ્ફી લઈ રહ્યા છે અને બાળકો પરિવારો ખૂબ મોટી સંખ્યામાં આનંદ માણવા માટે અહીં આવી રહ્યા છે.