અમરેલી જિલ્લાના વડિયા ગામની સુરગવાળા હાઈસ્કૂલના વિદ્યાર્થી ધ્રુવ હીરપરાએ દેશ લેવલની ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાત રાજ્ય સાથે અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
યુવાઓને રમત ગમતની રુચિ દેશના સીમાડાઓ વટાવીને વિશ્વ પ્રસિદ્ધ કરી આપે છે ત્યારે ભારત દેશના અલગ અલગ રાજ્ય માંથી નામાંકિત ખેલાડીઓ માટે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ અંડર 18 ની ટુર્નામેન્ટ હરિયાણાની પંચકુલામાં રમાયેલ જેમાં અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના તોરી ગામના ધ્રુવ હિરપરાએ ટેનિસ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે ને ધ્રુવ 13 વર્ષનો હતો ત્યારથી ટેનિસમાં ખૂબ જ રુચિ ધરાવતો હતો ને માતા ની હંમેશા હુંફથી આજે ધ્રુવ હિરપરાએ આખા ભારત દેશની સ્પર્ધામાં ડંકો વગાડયો છે.
આજે દેશના તમામ રાજ્યોમાંથી આવેલા રમતવીરોને માત આપીને ધ્રુવ હિરપરાએ ગોલ્ડ મેડલ જીતતા પિતા વિક્રમ હિરપરાએ ગોલ્ડ મેડાલીસ્ટ ધ્રુવ અંગે જણાવ્યું હતું ધૃવની ધગશ અને મહેનતથી આજે 50 જેટલી રાજ્યની ટુર્નામેન્ટમાં મેડલ જીતનારા ધ્રુવ હિરપરાએ દેશ લેવલની સ્પર્ધામાં કાઠું કાઢ્યું છે જે ઘણી ગર્વની વાત છે.