રાજુલામાં કમોસમી વરસાદથી નુકસાન
ખેતીના પાકને પહોંચ્યું છે નુકસાન
તંત્ર દ્વારા કરવામાં આવ્યો ડિજિટલ સર્વે
ડિજિટલ સર્વેનો કરાયો વિરોધ
72 ગામના સરપંચોએ કર્યો વિરોધ
અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ 72 ગામના સરપંચોએ ડિજિટલ સર્વેની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો.
અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ સર્વેની કામગીરી કરવામાં આવી હતી,અને સરકાર દ્વારા ડિજિટલ સર્વે હાથ ધરવામાં આવ્યો છે,ત્યારે 72 ગામના સરપંચોએ ડિજિટલ સર્વેની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો.સરપંચોએ સરકાર પાસે ખેડૂતોને સીધી સહાય આપવાની માંગ કરી છે અને ડિજિટલ સર્વેનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
આ વિસ્તારમાં ભારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું. રાજ્ય સરકારે મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સમીક્ષા કરવા અને રિપોર્ટ આપવા સૂચના આપી હતી. ત્યારબાદ, રાજ્ય સરકારે સહાય માટે ડિજિટલ સર્વે કરવાની સૂચના આપી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વિરોધ વધ્યો છે. રાજુલા તાલુકા સરપંચ એસોસિએશનની ટીમ એકત્ર થઈ હતી અને 72 ગામના સરપંચોએ ડિજિટલ સર્વેની કામગીરી ન થવા દેવાનો સર્વસંમતિથી નિર્ણય કર્યો હતો.