Connect Gujarat
ગુજરાત

અમરેલી : સાવરકુંડલા APMCમાં વેપારીઓની વીજળીક હડતાળના પગલે ખેડૂતો સહિત શ્રમિકોની કફોડી સ્થિતિ...

APMCમાં ગતરોજ વેપારીઓની વીજળીક હડતાળને લઈને 300 જેટલા ખેડૂતોની પારાવાર પરેશાની વચ્ચે યાર્ડના 700 જેટલા શ્રમિકોની સ્થિતિ વધું કફોડી બની છે.

X

અમરેલી જિલ્લાના સાવરકુંડલા APMCમાં ગતરોજ વેપારીઓની વીજળીક હડતાળને લઈને 300 જેટલા ખેડૂતોની પારાવાર પરેશાની વચ્ચે યાર્ડના 700 જેટલા શ્રમિકોની સ્થિતિ વધું કફોડી બની છે.

આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું APMC સેન્ટર... સાવરકુંડલા APMCમાં 2 દિવસ પહેલા રાધારમણ ટ્રેડિંગ કંપની દ્વારા ખેડૂત સાથે અશોભનીય વર્તન બાદ યાર્ડ દ્વારા નોટીસ પાઠવી જાહેર હરાજી બંધ રાખવાનો નિર્ણય લેતા ગઈકાલે 300 જેટલા ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા હતા, ત્યારે આજે પણ વીજળીક હડતાળ યથાવત રહેતા બહાર તાલુકામાંથી આવેલા ખેડૂતો હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતો ખેત જણસો ઢાંકી મુકીને ચાલ્યા ગયા, પણ અચાનક હડતાળને પગલે યાર્ડમાં 700 જેટલા શ્રમિકોની દયનીય સ્થિતિ બની છે. બેકાર બનેલા શ્રમિકો વેપારીઓ સામે હૈયા વરાળ ઠાલવી રહ્યા છે.

સાવરકુંડલા યાર્ડમાં મગફળી અને કપાસના ઢગલા યથાવત પડ્યા છે, જેથી ખેડૂતોની આવેલ ખેત જણસો યાર્ડ દ્વારા ખરીદ કરીને ખેડૂતોની પરેશાની દૂર થાય તેવા પ્રયાસો શરૂ થયા છે. દ્વારા ખેત જણસો લઈને આવેલા ખેડૂતો માટે નાસ્તા, જમવાની અને સૂવાની વ્યવસ્થા યાર્ડ સત્તાધીશોએ કરી હોવાનો ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. તો બીજી તરફ, વેપારીઓ યાર્ડમાં હડતાળ પાડીને ખાનગી ચર્ચાઓ કરી રહ્યા છે. પણ ખેડૂતો પરેશાન છે, તો મજૂરો બેકાર બન્યા છે.

Next Story