/connect-gujarat/media/post_banners/a46df3162de8b011c906c542db87fe1ba2614f86a4c654af5fa5011be823b668.jpg)
અમરેલીના રાજુલા શહેરમાં વૃધ્ધે ધાણો નદીમાં ઝંપલાવી દેતાં તેના મૃતદેહની શોધખોળ માટે પુર્વ સંસદીય સચિવ હીરાભાઇ સોલંકી પણ પાણીમાં ઉતર્યા હતાં. શોધખોળના અંતે વૃધ્ધનો મૃતદેહ સામા કાંઠેથી મળી આવ્યો હતો.
અમરેલી જિલ્લાના રાજુલામાં માનસિક બિમારીથી પીડાતા વૃધ્ધે ધાણો નદીમાં ઝંપલાવી દીધું હતું. બનાવની જાણ થતાં પુર્વ સંસદીય સચિવ હીરાભાઇ સોલંકી પણ સ્થળ પર દોડી ગયાં હતાં. લોકો કઇ સમજે તે પહેલાં હીરાભાઇ સોલંકી પણ તરવૈયાઓની સાથે ધાણો નદીમાં ઉતરી પડયાં હતાં. તેમણે તરવૈયાઓની સાથે નદીના પાણીમાં વૃધ્ધની શોધખોળમાં લાગી ગયાં હતાં. થોડા સમયની જહેમત બાદ વૃધ્ધનો મૃતદેહ સામા કાંઠા પાસેથી મળી આવ્યો હતો. વૃધ્ધનું નામ સાતાભાઇ અને તેઓ માનસિક બિમારીથી પીડાતા હોવાનું બહાર આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં ગીરના જંગલમાં આવેલાં ધારેશ્વર ગામમાં સિંહ પશુવાડામાં ઘુસી જતાં પશુપાલકના 50 જેટલા ઘેટાઓના મૃત્યુ થયાં હતાં. આ બનાવ વખતે પણ હીરાભાઇ સોલંકીએ પશુપાલકને સ્થળ પર જ પાંચ હજાર રૂપિયાની મદદ કરી હતી.