અમરેલી : PGVCL સામે ખેડૂતોએ બાયો ચઢાવી, છેલ્લા 3 મહિનાથી મળ્યો નથી વિજ પુરવઠો..!

ધારી તાલુકામાં વાવાઝોડાથી વીજ પુરવઠાને મોટું નુકશાન, ઘણો સમય વિતવા છતાં PGVCL દ્વારા નહીવત કામગીરી

New Update
અમરેલી : PGVCL સામે ખેડૂતોએ બાયો ચઢાવી, છેલ્લા 3 મહિનાથી મળ્યો નથી વિજ પુરવઠો..!

અમરેલી જીલ્લાના ધારી તાલુકામાં વાવાઝોડાથી વીજ પુરવઠામાં થયેલ નુકશાનને 3 મહીના જેટલો સમય વિતવા છતાં PGVCL દ્વારા નહીવત કામગીરી થતા ખેડૂતોને હજુ સુધી વિજ પુરવઠો સમયે નહીં મળતા રોષે ભરાયા છે.

તાઉતે વાવાઝોડાના કારણે ખેડૂતોની ખેતી અને ખેતી માટે PGVCL દ્વારા આપવામાં આવેલ વીજ લાઇનમાં ઘણું મોટું નુકશાન થયું છે. જોકે, 3 મહિના વીતી ગયા હોવા છતાં આજદિન સુધી PGVCL દ્વારા નહીવત કામગીરી થતા ખેડૂતોને માથે મોટું સંકટ આવ્યું છે, ત્યારે ભારતિય કિસાન સંઘ દ્વારા તા. 13 ઓગષ્ટના રોજ PGVCL વિરુદ્ધ ધરણાનો કાર્યક્રમ અપાતા PGVCLએ તાત્કાલિક બેઠક યોજી આગામી 8 દિવસમાં તમામ કામગીરી પુર્ણ કરવાની ખાત્રી આપી હતી. જેના પગલે ખેડૂતો દ્વારા ધરણાંનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો હતો. જોકે, 10થી 12 દિવસમાં કામ પુર્ણ કરવામાં નહીં આવે તો જલદ કાર્યક્રમ આપવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે. આ બેઠકમાં તમામ ધારી તાલુકાના કાર્યકર્તા તેમજ અમરેલી જીલ્લા પ્રમુખ વંસત ભંડેરી, જીલ્લા સંયોજક લાલજી વેકરીયા, પુર્વ પ્રમુખ મનસુખ કયાડા, ધારી તાલુકા મંત્રી કૌશિક ગજેરા તેમજ કારોબારી સભ્ય બાબુ કોરાટ, મનસુખ સેલડીયા, જયેશ પેથાણી. ડી.કે.પટોલીયા, સવજી વાડદોરીયા સહિત મોરતી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

Latest Stories