અમરેલી : GPS સિસ્ટમથી ડ્રાઈવર વિના ચાલતું ટ્રેક્ટર બનાવી સીધી લીટીમાં ખેતી કરવાનો ખેડૂતનો નવતર અભિગમ...

અમરેલી જિલ્લાના ખેડૂતે આધુનિક જર્મન પદ્ધતિથી ડ્રાઈવર વિના ચાલતું ટ્રેક્ટર બનાવ્યું છે. પ્રગતિશીલ ખેડૂતે ટ્રેક્ટર પર GPS સિસ્ટમ દ્વારા ખેતીમાં ખેડ, વાવણી સાથે અનોખી પદ્ધતિ અપનાવી છે.

New Update
  • આધુનિક જર્મન પદ્ધતિથી ડ્રાઈવર વિના ચાલતું ટ્રેક્ટર

  • ગલકોટડીના ખેડૂતે કર્યો આધુનિક પદ્ધતિનો ઉપયોગ

  • પ્રગતિશીલ ખેડૂતે ટ્રેક્ટર પર લગાવડાવી GPS સિસ્ટમ

  • ખેડૂતે ખેડ અને વાવણી સાથે અનોખી પદ્ધતિ અપનાવી

  • ખેડૂત માટે GPS સિસ્ટમ ખૂબ ફાયદાકારક સાબિત થઈ

Advertisment

અમરેલી જિલ્લાના ખેડૂતે આધુનિક જર્મન પદ્ધતિથી ડ્રાઈવર વિના ચાલતું ટ્રેક્ટર બનાવ્યું છે. પ્રગતિશીલ ખેડૂતે ટ્રેક્ટર પર GPS સિસ્ટમ દ્વારા ખેતીમાં ખેડવાવણી સાથે અનોખી પદ્ધતિ અપનાવી છે. જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ... સીધી લીટીમાં ખેતી કરવાનો નવતર અભિગમ...

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગલકોટડી ગામના પ્રગતિશીલ ખેડૂત રાહુલ આહીરએ આધુનિક ટેકનોલોજીના ઉપકરણનો ઉપયોગ કરી ખેતી કરવની નવતર પહેલ અપનાવી છે. રાજ્યમાં ખેડૂતો હવે વધુ ઉત્પાદન મેળવવા સતત આગળ વધી રહ્યા છેત્યારે અમરેલીના ગલકોટડી ગામના ખેડૂતે આધુનિક ટેકનોલોજી સિસ્ટમ ટ્રેક્ટરમાં લગાવી છે. ખેડૂત ખેતી કરવા માટે મુખ્ય સાધન ટ્રેક્ટર રાખતા હોય છેઅને ટ્રેક્ટર થકી ખેડ અને વાવણી કાર્ય કરતા હોય છે. ટ્રેક્ટર ચલાવનાર ડ્રાઇવર અથવા ખેડૂતે ખૂબ કાળજીપૂર્વક વાવેતર સમયે ટ્રેક્ટર ચલાવવું પડતું હોય છે. ટ્રેકટરના ડ્રાઇવરને સ્ટિયરિંગ અને હાઇડ્રોલિક બંનેનો ઉપયોગ એક સાથે કરવો પડતો હોય છે. વાવેતર કર્યા બાદ જ્યારે આંતર ખેડ કરવામાં આવે અથવા કાપણી સમયે ખેડૂતોને વાવેતર કરવામાં આવેલા મુખ્ય પાકના અનેક છોડ આંતર ખેડમાં કપાઈ જતા હોય છેજેથી ખેડૂતને 5થી 8 ટકા સુધી પાક ઉત્પાદનમાં ઘટાડો થતો હોય છેત્યારે ગલકોટડી ગામના પ્રગતિશીલ ખેડૂત રાહુલ આહીરએ પોતાના ટ્રેક્ટરમાં GPS સિસ્ટમ લગાવી અનોખી રીતે ખેતી કરવાનું શરૂ કર્યું છે. જેમાં ટ્રેક્ટર સહેલાઈથી ડ્રાઈવર લેશ ટ્રેકટર તરીકે કામ કરી શકે છે. જોકે GPS સિસ્ટમ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ હોવાનું ખેડૂત રાહુલ આહિરએ જણાવ્યુ હતું.

જોકેઆ ટ્રેક્ટરમાં 2 GPS સિસ્ટમ સેટ કરવામાં આવી છેતો સાથે જ સ્ટિયરિંગ GPS સિસ્ટમના આધારે ઓટોમેટીક ફીટ કરવામાં આવ્યું છે. જેની પાછળ 4 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છેઅને હવે આગામી સમયમાં જે 12 કલાકમાં થતું હતુંતે કામ હવે 8થી 10 કલાકમાં થાય છે. ખેતી ખર્ચમાં પણ ઘટાડો થશે અને પાક ઉત્પાદનમાં 5થી 8 ટકા સુધીનો વધારો થશેત્યારે જર્મન ટેકનોલોજીથી આધુનિક ખેતી માટે GPS સિસ્ટમને સામાન્ય રીતે કોઈપણ ખેડૂત પોતાના ટ્રેક્ટરમાં લગાવી શકે છે. ગાંધીનગર સ્થિત મોબા મોબાઈલ ઓટોમેશન કંપનીમાં ફરજ બજાવતા એન્જિનિયર આકાશ પ્રજાપતિએ જણાવ્યું હતું કેઆ કંપની ઓટોમેટીક સિસ્ટમ ટ્રેક્ટરમાં ફીટ કરે છેજેથી ખેડૂતોને કામમાં ખૂબ જ ઘટાડો થાય છે. આ સાથે જ શારીરિક અને માનસિક થાક સાથે આ સિસ્ટમ લગાવ્યા બાદ ખેડૂતોને આરામ મળે છે. આજના ખેડૂતો ખેતીમાં આધુનિક ટેકનોલોજી અપનાવી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે. આગામી સમયમાં ખેડૂતો વધુમાં વધુ સિસ્ટમનો ઉપયોગ કરશે તો સમયશક્તિ અને આર્થિક ભારણમાં ખૂબ જ ઘટાડો થશેત્યારે જર્મન પદ્ધતિથી ખેતી કરતાં ગલકોટડી ગામના ખેડૂત અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.

Latest Stories