New Update
/connect-gujarat/media/post_banners/bc9d3e329ff667a5a129846e6196aeb9c2183f50e20171bebcfb51c7b7c851b8.jpg)
અમરેલી જીલ્લાના ધારી તાલુકના ચલાલા PGVCL કચેરી ખાતે વીજળીની પારાવાર પરેશાનીથી ત્રસ્ત ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો.
અમરેલીના ધારી તાલુકના ચલાલા PGVCL કચેરી બહાર ખેડૂતોએ સૂત્રોચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં PGVCL દ્વારા સમયસર વીજળી આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો. વીજળીની પારાવાર પરેશાનીને લઈને ચલાલા, ઢોલરવા, માણાવાવ, ગોપાલગ્રામ, મીઠાપુર સહિત આસપાસના ખેડૂતોએ PGVCL કચેરીને ગજવી મુકી હતી. ઘણા દિવસોથી વાડી વિસ્તારોમાં વીજ ધાંધિયાથી પરેશાન ખેડૂતો સહીત 6થી 7 ગામના સરપંચો PGVCL કચેરી ખાતે રજૂઆત કરવા પહોચી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.