રાજુલા નજીક ભાવનગર-સોમનાથ હાઈવે પર અકસ્માત
ટ્રેલર પાછળ કાર ભટકાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો
ગંભીર અકસ્માતમાં 10 જેટલા મુસાફરો કારમાં જ ફસાયા
મુસાફરોને નાની-મોટી ઈજા થતાં સારવાર હેઠળ ખસેડાયા
સોમનાથ જતી વેળા મુંબઈના પરિવારને અક્સ્માત નડ્યો
અમરેલી જિલ્લાના રાજુલા નજીકથી પસાર થતાં ભાવનગર-સોમનાથ હાઈવે પર ટ્રેલર પાછળ કાર ભટકાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા છતડીયા ગામ નજીક ભાવનગર-સોમનાથ હાઈવે પર આવેલ બ્રિજ ઉતરતા માર્ગ પર ટ્રેલર પાછળ કાર ધડાકાભેર ભટકાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારમાં સવાર 10 જેલતા મુસાફરો કારમાં જ ફસાયા હતા, ત્યારે હાઇવે પરથી પસાર થતાં અન્ય ટ્રક ચાલકોની મદદથી ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં 10 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થતાં તમામ ઇજાગ્રસ્તોને 108 મારફતે રાજુલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જેમાં મુંબઈના પરિવારને સોમનાથ જતી વેળા અક્સ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે, ત્યારે હાલ તો તમામ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા હોવાનું જાણવા મળ્યું છે.