અમરેલી: સાવરકુંડલામાં 77 વર્ષથી દેશી રાસની જામે છે રમઝટ

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં છેલ્લા 77 વર્ષથી  ત્રણ ત્રણ પેઢીઓથી દેશી રાસ મંડળીએ રાસની રમઝટ પ્રાચીન પરંપરા અનુસાર બોલાવે છે

New Update

અમરેલી જિલ્લામાં નવરાત્રીના પર્વની ઉજવણી

સાવરકુંડલામાં પ્રાચીન ગરબાની રમઝટ

દેશી રાસની જામે છે રમઝટ

ખેલૈયાઓએ ઉત્સાહભેર લે છે ભાગ

77 વર્ષથી ચાલી આવે છે પરંપરા

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં છેલ્લા 77 વર્ષથી  ત્રણ ત્રણ પેઢીઓથી દેશી રાસ મંડળીએ રાસની રમઝટ પ્રાચીન પરંપરા અનુસાર બોલાવે છે
આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના દેવળા ગેઈટ ખાતે 77 વર્ષથી રમાતી બાળ ખોડીયાર રાસ મંડળી...આજના આ આધુનિક યુગમાં હજુ પણ જુનવાણી પરંપરા અને માતાજીની ભક્તિ સાથેની આરાધનાનો સમન્વય સાથેનો અદભુત સંયોગ આ બાળ ખોડીયાર મંડળ દ્વારા જળવાઈ રહ્યો છે.હાલ પણ હજુ જુનવાણી પરંપરા અનુરૂપ માઈકમાં દેશી સૂરમાં માતાજીની આરાધનાઓ ગાઈને તેના પર દેશી રાસ મંડળી હજારોની જનમેદની વચ્ચે હોંશે હોંશે આ રાસ મંડળીનો લાહવો લેવા પધારે છે.છેલ્લા 77 વર્ષથી આ બાળ ખોડીયાર રાસ મંડળીઓ અસ્તિત્વમાં આવ્યા બાદ પણ આજદિન સુધી  નવરાત્રિના નવ દિવસ સુધી દેશી રાસ મંડળીઓમાં કડીયું અને ચોયણી પહેરીને રાસની રમઝટ બોલે છે
Latest Stories