અમરેલી : બૃહદ ગીર વિસ્તારના માર્ગ હોવાથી વન વિભાગની મંજૂરી ન હતી, પૂર્વ મંત્રીએ મંજૂર કરાવતા લોકોમાં હરખ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા મથકમાં આઝાદી બાદ પણ રોડ-રસ્તો નહીં બનતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે

New Update
અમરેલી : બૃહદ ગીર વિસ્તારના માર્ગ હોવાથી વન વિભાગની મંજૂરી ન હતી, પૂર્વ મંત્રીએ મંજૂર કરાવતા લોકોમાં હરખ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા મથકમાં આઝાદી બાદ પણ રોડ-રસ્તો નહીં બનતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે, ત્યારે હવે 4 ગામના માર્ગને પૂર્વ કૃષિ મંત્રીએ રાજ્ય સરકારમાંથી મંજૂર કરાવતા સ્થાનિકોમાં હરખ છવાયો છે.

આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વિજયાનગર-સાવરકુંડલાનો ગાડા કેડાનો માર્ગ, જે આઝાદી બાદ પણ નહીં બનતા આસપાસના ગ્રામજનો પારાવાર પરેશાની ભોગવી રહ્યા હતા. આ માર્ગનું નિર્માણ હાથ ધરાય તે માટે ગ્રામજનોએ સરકારમાં વારંવાર લેખિત-મૌખીક અને રૂબરૂ ગાંધીનગર જઈને રજૂઆતો કરી છે. તેમ છતાં અહીના માર્ગનું નિર્માણકાર્ય હાથ ધરાયું નથી. આ ચારેય માર્ગો બૃહદ ગીર વિસ્તારના માર્ગો હોવાથી વન વિભાગની મંજૂરી મળતી ન હોવાથી સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે.

જોકે, હવે પૂર્વ કૃષિમંત્રી વી.વી.વઘાસિયાની મહેનત રંગ લાવી છે. આ 4 ગામના માર્ગને પૂર્વ કૃષિ મંત્રીએ મહા મહેનતે રાજ્ય સરકારમાંથી મંજૂર કરાવ્યો છે. જેમાં સાવરકુંડલા-વિજયાનગર માર્ગ, ભેંકરા-લીખાળા માર્ગ, ભોંકરવા-દેડકડી માર્ગ અને 2 તાલુકાને જોડતો ઘનશ્યામ નગર-રાયડી માર્ગ મંજૂર થતાં અહીના સ્થાનિકોમાં હરખ છવાયો છે, ત્યારે આઝાદી બાદ પ્રથમ વખત બનનાર આ માર્ગ હવે વહેલી તકે બને તે માટે પૂર્વ કૃષિમંત્રીએ સરકાર સમક્ષ માંગ કરી છે.

Latest Stories