-
ધારી-ગીર પૂર્વ વનવિભાગ દ્વારા આગોતરું આયોજન
-
એશિયાટિક સિંહો સહિત વન્યપ્રાણીઓની લેવાય દરકાર
-
જંગલમાં વિવિધ સ્થળે પાણીના પોઇન્ટ કાર્યરત કરાયા
-
250 જેટલા પાણીના પોઇન્ટ કાર્યરત કરવામાં આવ્યા
-
પાણીના ટેન્કર, પવનચક્કી સહિતની સુવિધા ઉભી કરાય
ભારત દેશની આન, બાન અને શાન સમા એશિયાટિક સિંહો સહિત વન્યપ્રાણીઓને ઉનાળામાં પીવાના પાણી માટે વલખાં ન મારવા પડે તે માટે અમરેલીના ધારી-ગીર પૂર્વ વનવિભાગ દ્વારા વિવિધ સ્થળે પાણીના પોઇન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે.
દેશ-વિદેશમાંથી સહેલાણીઓ અમરેલીના ધારી-ગીર વિસ્તારમાં એશિયાટિક સિંહો સહિત વન્યપ્રાણીઓના દર્શન માટે આવે છે, ત્યારે હાલ ધારી-ગીરના જંગલો સાથે રેવન્યુ વિસ્તારોમાં કાળઝાળ ઉનાળામાં પીવાના પાણી માટે વન્યપ્રાણીઓને વલખાં ન મારવા પડે તે માટે વનવિભાગ દ્વારા વિવિધ સ્થળે 250 જેટલા પીવાના પાણીના પોઇન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાં પાણીના ટેન્કર, પવનચક્કી જેવા સાધનો વડે જંગલ વિસ્તાર સાથે રેવન્યુના વિસ્તારોમાં સિંહો પાણી માટે ભટકે નહીં તે અંગે ધારી વનવિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. ગત ચોમાસામાં જે કુદરતી પાણીના પોઇન્ટ સૂકાઈ ગયા હતા, ત્યાં પણ વનવિભાગે પીવાનું પાણી જંગલના રાજા સુધી પહોંચાડી દીધું છે. જે અંગે ધારી ગીર વનવિભાગના નાયબ વન સંરક્ષક વિકાસ યાદવે વિસ્તૃત માહિતી આપી હતી.