/connect-gujarat/media/post_banners/a72205dedfd13df9f102a461444cad924c8934854ec0f9581a9c8f4eebf1fff2.jpg)
અમરેલીના લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે પાણી બાબતે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા
અમરેલીના લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરનો સરકાર સામે પ્રહાર કરતો વિડીયો સોશીયલ મિડિયામાં હાલ વાયરલ થયો છે જેમાં સૌની યોજનાનું પાણી બે દિવસ છોડીને ખેડૂતોના ખેતર સુધી પહોંચે તે પહેલાં બંધ કરાયું છે અને દીવાળી ટાઈમે ખેડૂતોની મશ્કરી કરી સૌની યોજનાનું પાણી છોડી ફોટો શેશન કરાયું હોવાનો ચોકવાનારો આક્ષેપ વીરજી ઠુમ્મર દ્વારા કરવામાં આવ્યો છે તો સૌની યોજનાના પાણીના વધામણા કર્યા અને ખેડૂતોના ખેતરે પાણી પહોંચે તે પહેલાં બંધ થયું છે
પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરના નિવેદન સામે ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન રાઠોડનું નિવેદન સામે આવ્યું છે અને સૌની યોજનાના પાણીની પાઇપ લાઇનમાં લીમડી પાસે ફોલ્ટ આવેલો હતો ત્યારે ફરી પાણી છોડ્યું છે અને ખેડૂતોને જ્યારે રવિપાકમાં જરૂર પડશે સરકાર પાણી આપશે તેમ નીતિન રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું છે