અમરેલી અને ભાવનગર જિલ્લામાં મૃત પામેલા વ્યક્તિઓના આધારકાર્ડ લઈને વીમો પકવીને કરોડો રૂપિયાની છેતરપીંડી કરતા ચાર શખ્સોને રાજુલા પોલીસે જડપી પાડતા 14 કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો હતો
અમરેલીના રાજુલામાં એક મૃત વ્યકિતના ખોટા ડોક્યુમેન્ટ બનાવી વીમા કંપનીઓ પાસેથી 40 લાખ રૂપિયાની વીમાની રકમ ખોટી રીતે લેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ મામલે રાજુલા પોલીસે એક ડોકટર સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અમરેલીના રાજુલામાં એક મૃત વ્યકિતના ખોટા ડોક્યુમેન્ટ બનાવી વીમા કંપનીઓ પાસેથી 40 લાખ રૂપિયાની વીમાની રકમ ખોટી રીતે લેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ સાથે જ રૂપિયા 14 કરોડના કૌભાંડનો પણ પર્દાફાશ થયો છે. આ મામલે રાજુલા પોલીસે એક ડોકટર સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં આ કૌભાંડમાં ચોંકાવનારી વિગતો સામે આવવાની પૂરી શક્યતાઓ છે.રાજુલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.રાધનપરા ફરિયાદી બન્યા છે અને પોલીસ ફરિયાદ નોંધી ગુન્હો નોંધાવ્યો છે. આરોપીઓ દ્વારા મૃતક જીજાળા અંકુશભાઈ ભીખાભાઇના નામે ખોટા ડોક્યુમેન્ટ બનાવી સાચા તરીકે ઉપયોગ કરી બોગસ ડોક્યુમેન્ટ ઉપરથી વીમા પોલિસીઓ મેળવી પોતાને આર્થિક લાભ મેળવવાના હેતુથી ગુન્હાહિત કાવતરું રચી ખોટા ડોક્યુમેન્ટનો સાચા તરીકે ઉપયોગ કરી તેના ઉપરથી અલગ અલગ વીમા કંપનીઓ પાસેથી રૂ.40,00,000 ચાલીસ લાખની વીમા પોલિસીઓ મેળવી વિશ્વાસઘાત અને છેતરપિંડીમાં એક બીજાને મદદગારી કરી આધાર કાર્ડ પાનકાર્ડ તથા વીમા પોલિસીઓ તથા ચેક તથા પાસપોર્ટ સાઈઝના ફોટાઓ તથા ચેકબુક પાસબુક ડેબિટ કાર્ડ અને ગાડીઓ નંગ 2 મોબાઈલ 10ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે.