અમરેલીમાં સામૂહિક દુષ્કર્મનો મામલો
યુવતીના મિત્રએ લગ્નની આપી હતી લાલચ
21 વર્ષીય યુવતી બની દુષ્કર્મનો શિકાર
ચાર નરાધમોએ આચર્યું દુષ્કર્મ
પોલીસે બે આરોપીની કરી ધરપકડ
અમરેલીના વડિયામાં ચાર શખ્સે યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું,જે ઘટના અંગેની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.
અમરેલી જિલ્લાના વડિયામાં અનિલ વિનુભાઇ દેસાઇ નામના શખ્સે એક 21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપીને પોતાની મીઠી મીઠી વાતોમાં ભોળવીને તેના મિત્ર પ્રિતેશ રસિકભાઈ આસોદરિયાના ઘરે લઈ ગયો હતો, જ્યાં યુવતી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. અનિલ દેસાઇએ યુવતી પર દુષ્કર્મ આચર્યા બાદ તેના મિત્ર પ્રિતેશ રસિકભાઈ આસોદરિયા, દકુ ઉર્ફે નયન રામજીભાઇ વેકરિયા અને સોમા હરપાલભાઇ આલાણીના નામના અન્ય ત્રણ નરાધમોએ પણ યુવતી પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.જે ઘટનામાં ભોગ બનનાર યુવતીએ આપવીતી પરિવારજનોને જણાવ્યા બાદ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી,યુવતીની ફરિયાદને આધારે પોલીસે અનિલ દેસાઈ અને સોમા આલાણીની ધરપકડ કરી હતી.જ્યારે અન્ય આરોપીઓની ધરપકડ માટેના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.