-
નાળ ગામમાં યોજાયા શાહી લગ્ન
-
વરરાજાનો હેલિકોપ્ટરમાં શાહી અંદાજ
-
100 કાળા રંગની કારના કાફલાએ પણ જમાવ્યું આકર્ષણ
-
હાથી,ઘોડા,અને ઊંટ સાથેની જાન જોવા લોક ટોળા ઉમટ્યા
-
ફુલેકા પર થયો નોટોનો વરસાદ
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના નાળ ગામમાં શાહી લગ્ન યોજાયા હતા.વરરાજા આંકોલડા ગામમાં હેલિકોપ્ટરમાં જાન લઈને ગયો હતો. તેમજ સાથે 100 કાળા રંગની ફોર વ્હીલ ગાડી જોડાઈ હતી. આ ઉપરાંત હાથી, ઘોડા, ઉંટ સાથે શાહી જાન નીકળી હતી અને ફૂલેકામાં રૂપિયાનો વરસાદ થયો હતો.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના નાળ ગામમાં લગ્નની મોસમ ચાલી રહી છે.ત્યારે એક પશુપાલક પરિવારે પોતાના દીકરાના લગ્ન શાહી ઠાઠમાઠથી ઉજવ્યા હતા. લગ્નની ખાસિયત એ રહી કે વરરાજા હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યા હતા.
હાથી, ઘોડા અને ઉંટ સાથે નીકળેલી આ શાહી જાન પર નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. ગામડામાં યોજાયેલા આ અનોખા લગ્ન પ્રસંગે હજારો લોકો ઉમટી પડ્યા હતા. રાજાશાહી સમયની યાદ તાજી કરાવતા આ લગ્ન લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
અમરેલી જિલ્લાના આંકોલડા ગામ એક અનોખા નજારાનું સાક્ષી બન્યું હતું,જ્યારે એક હેલિકોપ્ટર ગામના આકાશમાં ગુંજી ઉઠ્યું હતું.ગામના લોકો કૌતુક અને આશ્ચર્યથી હેલિકોપ્ટરને જોવા માટે ઉમટી પડ્યા હતા. આ હેલિકોપ્ટર સાવરકુંડલાના નાળ ગામના પશુપાલક હરસુર કસોટીયાના દીકરા હિતેશના લગ્ન પ્રસંગે આવ્યું હતું.
હિતેશ જાનૈયાઓ સાથે હેલિકોપ્ટરમાં સવાર થઈને આંકોલડા ગામે પોતાના લગ્ન માટે આવ્યા હતા.વરરાજાની જાન પણ શાહી અંદાજમાં 100 જેટલી કાળા રંગની ફોર વ્હીલ ગાડીઓના કાફલા સાથે નાળ ગામથી આંકોલડા ગામે પહોંચી હતી.આ અનોખી જાન આ નાના એવા ગામ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.