સલડી ગામમાં જૂથ અથડામણનો મામલો
સરપંચની ચૂંટણીની અદાવતમાં ધીંગાણું
આહીર-પટેલ સમાજના લોકો થયા આમને સામને
જૂથ અથડામણમાં 23 લોકો થયા ઇજાગ્રસ્ત
પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સલડી ગામે દિવાળીની રાત્રે બઘડાટી બોલી હતી.સરપંચની ચૂંટણીના મનદુઃખના કારણે બે સમાજના લોકો આમને સામને હથિયારો સાથે આવી ગયા હતા,જેમાં 23 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
અમરેલી જિલ્લાના સલડી ગામના બે જ્ઞાતિના જૂથ વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. આહીર અને પટેલ સમાજ વચ્ચે હિંસક અથડામણની ઘટના બની હતી.સલડી ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતમાં જૂથ અથડામણમાં કારણભૂત બની હતી.અને સર્જાયેલી હિંસક જૂથ અથડામણમાં બંને પક્ષ મળીને 23 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ પોલીસ તંત્રને કરવામાં આવતા પોલીસ કાફલો સલડી ગામમાં દોડી આવ્યો હતો,અને મામલો શાંત પાડ્યો હતો.હાલ પોલીસ ઘટના સંદર્ભે ફરિયાદ દર્જ કરીને વધુ તપાસ શરૂ કરી છે.