અમરેલી: રાજુલામાં વન વિભાગના મહિલા ગાર્ડ પર જૂની અદાવતની રીસ રાખીને હિચકારા હુમલાથી ચકચાર

અમરેલી જિલ્લાના રાજુલા વન વિભાગમાં ફરજ બજાવતા મહિલા ફોરેસ્ટ ગાર્ડ પર પૂર્વ સરપંચ દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો,ઈજાગ્રસ્ત મહિલા ગાર્ડને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે.

New Update

અમરેલીના રાજુલામાં મહિલા વનકર્મી પર હુમલો 

જૂની અદાવતની રીસ રાખીને હુમલાખોરે કર્યો હુમલો

નેસડી ગામના પૂર્વ સરપંચ દ્વારા કરાયો હુમલો  

પેટ્રોલિંગ માંથી પરત ફરીથી વખતે સર્જાઈ ઘટના 

મહિલા વન કર્મી હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ

અમરેલી જિલ્લાના રાજુલા વન વિભાગમાં ફરજ બજાવતા મહિલા ફોરેસ્ટ ગાર્ડ પર પૂર્વ સરપંચ દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો,ઈજાગ્રસ્ત મહિલા ગાર્ડને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે.
અમરેલી જિલ્લાના રાજુલા વન વિભાગમાં ફરજ બજાવતા મહિલા ફોરેસ્ટ ગાર્ડ મોડી રાત્રીએ પેટ્રોલિંગ માંથી પરત ફરી રહ્યા હતા,તે દરમિયાન નેસડી ગામના પૂર્વ સરપંચ દ્વારા તેણી પર હુમલો કરવામાં આવ્યો હતો.જાણવા મળ્યા મુજબ રાત્રે ફરજ પરથી પરત ફરીથી વખતે જૂની અદાવતની રીસ રાખીને મહિલા ગાર્ડ પર હુમલો કરવામાં આવ્યો હતો,અને હુમલાખોર દ્વારા લોખંડના રોડથી મહિલા ગાર્ડના માથા,પગ સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી.અને ઈજાગ્રસ્ત મહિલા ગાર્ડને હોસ્ટિપટલમાં ખસેડવામાં આવી હતી.આ હુમલો નેસડી ગામના પૂર્વ સરપંચ દ્વારા કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે,અને ડુંગર પોલીસ દ્વારા ગુનો દર્જ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Latest Stories