-
માર્કેટિંગ યાર્ડમાં વાહનોની લાગી લાંબી કતાર
-
ખેત જણસો વેચવા માટે ખેડૂતો ઉમટ્યા
-
રવિવારે પણ યાર્ડ વાહનોથી ધમધમતું રહ્યું
-
યાર્ડમાં ધાણાની થઇ મબલખ આવક
-
40 વીઘા જમીનમાં વાહનો કરાયા પાર્ક
અમરેલીના માર્કેટિંગ યાર્ડમાં ખેત જણસો વેચવા માટે વાહનોની લાંબી કતાર લાગી છે,અને યાર્ડ ધાણાની આવકથી ઉભરાયું છે.
અમરેલીના માર્કેટિંગ યાર્ડમાં ખેત જણસો વેચવા માટે ખેડૂતોએ વાહનો સાથે લાંબી લાઈન લગાવી છે,સામાન્ય દિવસોમાં માર્કેટિંગ યાર્ડ રવિવારે બંધ રાખવામાં આવે છે,પરંતુ ખેત જણસો માટે યાર્ડ ખુલ્લું રાખવામાં આવ્યું છે.આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં ધાણાની મબલખ આવક થતા યાર્ડ ધાણાથી ઉભરાયું છે.માર્કેટિંગ યાર્ડથી બાયપાસ રોડ સુધી 7 કિલોમીટર લાંબી વાહનોની લાઈન લાગી છે.વાહનોના વધતા ભારણને કારણે યાર્ડ દ્વારા 40 વીઘા જમીનમાં વાહનોને પાર્ક કરવામાં આવ્યા છે.યાર્ડમાં ધાણાની 60 થી 70 હજાર મણ આવક થઇ હોવાનું જાણવા મળ્યું છે.