અમરેલી : માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ધાણીની મબલખ આવક, પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશી

અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં હાલ પુષ્કળ પ્રમાણમાં ધાણા અને ધાણીની આવક થઈ રહી છે.માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ધાણીના મોટા મોટા ઢગલા જોવા મળી રહ્યા છે.

New Update
  • માર્કેટિંગ યાર્ડમાં ધાણાની મબલખ આવક

  • યાર્ડ ધાણા અને ધણીની આવકથી છલકાયું

  • રૂ.1500 થી 2270 પોષણક્ષમ ભાવ મળ્યા   

  • પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશી

  • લીલાછમ ધાણા અને ધાણીથી યાર્ડ ઉભરાયું

અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ધાણીની મબલખ આવક શરૂ થઈ છે.અને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં હાલ પુષ્કળ પ્રમાણમાં ધાણા અને ધાણીની આવક થઈ રહી છે.માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ધાણીના મોટા મોટા ઢગલા જોવા મળી રહ્યા છે. લીલાછમ ધાણા અને ધાણીથી યાર્ડ ભરાઈ ગયું છે.ત્યારે યાર્ડમાં હરાજીમાં ખેડૂતોને રૂપિયા 1500 થી શરૂ કરીને 2270 પોષણક્ષમ ભાવો મળતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે.અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

અમરેલી સાવરકુંડલા યાર્ડમાં ધાણા અને ધાણીની મબલખ આવક થઈ રહી છે,અને યાર્ડ દ્વારા ખેડૂતોને કોઈ અગવડ ન પડે તે માટેની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

Latest Stories