Connect Gujarat
ગુજરાત

અમરેલી : 8 દિવસ સુધી 2 વાલ્વ ખુલ્લા રાખી 34 ચેકડેમોને છલોછલ ભરાશે, પીવા-સિંચાઈના પાણીની સમસ્યાનો અંત

વડીયા તાલુકાના રામપુર ગામે લોકોને પીવાના પાણીથી લઈને ખેડૂતોને સિંચાઈના પાણી માટેની સર્જાતી વિકટ સમસ્યાનો અંત આવ્યો છે.

X

અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના રામપુર ગામે લોકોને પીવાના પાણીથી લઈને ખેડૂતોને સિંચાઈના પાણી માટેની સર્જાતી વિકટ સમસ્યાનો અંત આવ્યો છે.સૌની યોજના હેઠળ રામપુર ગામે 8 દિવસ સુધી સતત 2 વાલ્વ ખુલ્લા રાખીને 6 ગામોના નાના-મોટા મળી કુલ 34 ચેકડેમોને છલોછલ ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ છે, અમરેલી જિલ્લાના વડીયા તાલુકાનું રામપુર ગામ કે, જ્યાં લોકોને પીવાના પાણીથી લઈને ખેડૂતોને પાકોમાં પિયત માટે મુશ્કેલીઓ પડી રહી હતી, ત્યારે આ બાબતને લઈને સ્થાનિક ખેડૂતો અને આગેવાનો તેમજ અન્ય ગામના ખેડૂતોએ પણ સ્થાનિક ધારાસભ્ય કૌશિક વેકરીયાને રજૂઆત કરી હતી, ત્યારે આ રજૂઆતને લઈને ધારાસભ્યના હસ્તે સૌની યોજના હેઠળ પાણીના વાલ્વ ખુલ્લા મુકાયા હતા. પરંતુ ટેકનિકલ કારણોને લઈને એકાદ દિવસમાં જ આ વાલ્વ બંધ કરી દેવામાં આવ્યા હતા, ત્યારે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો, અને ફરી ધારાસભ્યને આ બાબતની રજૂઆત કરવામાં આવી આવતા રજૂઆતને ધ્યાને લઈને ફરી એકવાર રામપુર ગામે સૌની યોજના હેઠળ આવેલા 2 વાલ્વ ખુલ્લા કરી પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે રામપુર, ખાખરીયા, મોરવાડા, ખાન ખીજડીયા અને વડીયા સહિતના કુલ નાના-મોટા થઈને 34 ચેક ડેમોને સૌની યોજના હેઠળ પાણીથી ભરવામાં આવશે. ત્યારબાદ વડિયાના સુરવો ડેમમાં આ સૌની યોજનાના પાણી પહોંચશે. જોકે, આ 6 ગામના લોકોને પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે. જેથી કહી શકાય કે, રામપુર ગામે લોકોને પીવાના પાણીથી લઈને ખેડૂતોને સિંચાઈના પાણી માટેની સર્જાતી વિકટ સમસ્યાનો અંત આવ્યો છે.

Next Story