અમરેલી : જાફરાબાદના બાબરકોટમાં સિંહણએ ફરી 3 લોકો પર કર્યો જીવલેણ હુમલો,જુઓ કઈ રીતે વન વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું

ત્રણ લોકો પર સવારે હુમલો કર્યા બાદ સાંજના સમયે વધુ ત્રણ લોકોને ઘાયલ કરતા વનવિભાગની ટીમ કામે લાગી હતી

અમરેલી : જાફરાબાદના બાબરકોટમાં સિંહણએ ફરી 3 લોકો પર કર્યો જીવલેણ હુમલો,જુઓ કઈ રીતે વન વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું
New Update

અમરેલી જિલ્લાના જાફરાબાદ ના બાબરકોટ ગામ પાસે સિંહણે આતંક મચાવી છ લોકો પર હુમલો કર્યો હતો. ત્રણ લોકો પર સવારે હુમલો કર્યા બાદ સાંજના સમયે વધુ ત્રણ લોકોને ઘાયલ કરતા વનવિભાગની ટીમ કામે લાગી હતી.જોકે 23 કલાકની ભારે જાહેમત બાદ વન વિભાગને સિંહને પકડવામાં સફળતા મળી હતી

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ પાસે વહેલી સવારે સિંહણ આવી ચડતા પ્રથમ વનવિભાગના ટ્રેક્ટર પર હુમલો કર્યો હતો ત્યારબાદ ગામના બે SRD જવાનો પર હુમલો કરી ઘાયલ કર્યા હતા. SRD જવાનોના પરના હુમલા સમયે સિંહણ આક્રમક બની હતી. જો કે, તેમની લાકડી વડે સામનો કરતા SRD જવાનનો જીવ બચી ગયો હતો. સાંજના સમયે પણ સિંહણે ત્રણ લોકો પર હુમલો કરી ઘાયલ કર્યા હતા. હુમલામાં ઘાયલ લોકોને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેના કારણે વન વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે મોડી રાત્રે વન વિભાગે હુમલાખોર સિંહને 23 કલાકની ભારે જહેમત બાદ પકડી પાડી હતી અને હુમલાખોર સિંહણ પકડાઈ જતાં ગામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

#Connect Gujarat #BeyondJustNews #injured #Amreli #forest department #attacked #Jafarabad #3 people #lion #fatally
Here are a few more articles:
Read the Next Article