ધારીના હિમખીમડીપરાના મદ્રેસાના મૌલાનાની અટકાયત
ધારી-મદ્રેસાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું
અમરેલીSOG પોલીસે મદ્રેસાના મૌલાનાની અટકાયત કરી
મૌલાનાના મોબાઈલમાંથી શંકાસ્પદ ગ્રુપની ચેટ મળી આવી
પાકિસ્તાન-અફઘાનના 7 વોટ્સએપ ગ્રુપની ચેટ મળી :SOG
અમરેલી જિલ્લાના ધારીના હિમખીમડીપરાના મદ્રેસામાં ભણાવતા મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન હોવાની શંકા સાથેSOG પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે, ત્યારે અમરેલીSOG પોલીસે એક શંકાસ્પદ મૌલાનાને ઉઠાવીને પૂછપરછ શરૂ કરી છે. જેમાં તેના વોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 7 જેટલા શંકાસ્પદ ગ્રુપ પણ મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ, ગેરકાયદેસર વસવાટ કરતા લોકોની તપાસમાં ધારીના હિમખીમડીપરાના મદ્રેસામાં ભણાવતા મૌલાના મોહમદફઝલ અબ્દુલઅઝિઝ શેખ પરSOG પોલીસને શંકા ગઇ હતી. જેથી તેના આધાર પુરાવા માગ્યા હતા. જોકે, મૌલાનાએ કોઇ આધાર પુરાવા રજૂ ન કરતાંSOG પોલીસે ધારી પોલીસ મથકે લાવીને તેની પૂછપરછ કરતાં તે મૂળ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનો ખુલાસો થયો છે.
પોલીસે મૌલાના મોહમદફઝલ અબ્દુલઅઝિઝ શેખ વિરુદ્ધ ધારીASP જયવીર ગઢવી દ્વારા જાણવાજોગ અરજી દાખલ કરી તેનો મોબાઇલ કબ્જે લઇ ઊંડાણપૂર્વક તપાસ કરતાં મોબાઇલમાંથી 7 જેટલા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગ્રુપ મળી આવ્યા છે. આ કેસની તપાસSOG PI આર.ડી.ચૌધરી ચલાવી રહ્યા છે. સમગ્ર મામલે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું કે, મૌલાનાની શંકાસ્પદ પ્રવૃતિઓ લાગતા તેની અટકાયત કરી પૂછપરછ કરતા તેનું પાકિસ્તાની કનેક્શન હોવાનું લાગી રહ્યું છે. જોકે, હજી તેની પૂછપરછ ચાલુ છે. આ મૌલાના પાકિસ્તાની કનેક્શન ધરાવે છે કે, કેમ તે અંગે તપાસ બાદ તથ્ય સામે આવશે.
/connect-gujarat/media/media_files/2025/08/19/saputara-police-2025-08-19-19-02-28.jpg)