-
અમરેલીમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો
-
શેત્રુંજી નદીમાંથી રેતી ચોરીનું કૌભાંડ
-
દરોડામાં રેતી ચોરીનો થયો પર્દાફાશ
-
ખાણ ખનીજ વિભાગે વાહનો કર્યા જપ્ત
-
રૂ.32 લાખનો મુદ્દામાલ કરાયો સીઝ
અમરેલી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતી માફિયાઓ સામે તવાઈ બોલાવવામાં આવી હતી.અને શેત્રુંજી નદીમાંથી રેતી ચોરીમાં રૂપિયા 32 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો.
અમરેલી જિલ્લામાં ખનીજ ચોરીની વારંવાર ફરિયાદો ઉઠતા જિલ્લા કલેક્ટર અજય દહીયાના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ખનીજ ચોરી કરતા તત્વો ઉપર લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમરેલી તાલુકામાં આવેલ સરંભડા ગામ નજીક શેત્રુંજી નદીના પટમાં સૌથી વધુ રેતી ચોરી ખાનગી રાહે થતી હોવાની ફરિયાદના આધારે અમરેલી ખાણ ખનીજ અધિકારીની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી રેડ કરવામાં આવી હતી.
સરંભડા ગામ નજીકથી એક ડમ્પર,એક લોડર બે ટ્રેક્ટર સહિત ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા વાહનો ઝડપી લીધા હતા,અને ખાણ ખનીજ વિભાગ કચેરીમાં સિઝ કરવામાં આવ્યા હતા.તેમજ રૂપિયા 32 લાખનો મુદામાલ જપ્ત કરી દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.