અમરેલી : પ્રાથમિક શાળાના 40થી વધુ વિદ્યાર્થીઓએ રહસ્યમય રીતે હાથે પગે બ્લેડના કાપા માર્યા,ઘટનાનો ઉકેલ બન્યો તપાસનો વિષય

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં એક વિચિત્ર ઘટના બહાર આવી છે.જેમાં 40થી વધુ વિદ્યાર્થીઓએ પોતાને બ્લેડ વડે કાપા મારી ઇજા પહોંચાડી હતી.

New Update
  • પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની કરતૂતથી ચિંતા

  • 40થી વધુ વિદ્યાર્થીઓએ હાથે પગે બ્લેડના કાપ માર્યા

  • વાલીઓને યોગ્ય જવાબ ન મળતા સરપંચને કરી રજૂઆત

  • સરપંચ દ્વારા પોલીસ તપાસની કરવામાં આવી માંગ 

  • કોઈ ગેમની અસર કે અન્ય કોઈ કારણ તપાસનો વિષય

Advertisment

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં એક વિચિત્ર ઘટના બહાર આવી છે.જેમાં 40થી વધુ વિદ્યાર્થીઓએ પોતાને બ્લેડ વડે કાપા મારી ઇજા પહોંચાડી હતી.આ ઘટના બાબતે વાલીઓને યોગ્ય જવાબ ન મળતા ગ્રામ પંચાયત દ્વારા પોલીસને ફરિયાદ કરાઈ હતી.આ ઘટના પાછળ કોઈ ગેમની અસર કે અન્ય કોઈ કારણ તપાસનો વિષય બન્યો છે.

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં વિચિત્ર ઘટના બહાર આવતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. ત્રણેક દિવસ પહેલા શાળાના 40 થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના હાથ તથા પગના ભાગમાં બ્લેડ દ્વારા કાપા મારી જાતે ઇજા પહોંચાડી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે આ તમામ વિદ્યાર્થીઓ ધોરણ 5,6 અને 7 માં ભણતા હોવાનું જાણવા મળ્યુ છે.

આ બાબતે વિદ્યાર્થીઓને વાલી દ્વારા પૂછપરછ કરવામાં આવતા બાળકોએ અમને શિક્ષકોએ કહેવાની ના પાડી છે એવું કહીને જવાબ ટાળ્યા હતા. જેથી માતા પિતાને સંતોષકારક જવાબ ન મળતા તેઓ શાળાએ પહોંચ્યા હતા,જ્યાં પણ પ્રશ્નનું નિવારણ ન થતા ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે પોલીસને અરજી આપી તપાસની માંગણી કરી છે. આ ઘટનામાં વિદ્યાર્થીઓએ જાતે જ ઈજા પહોંચાડી છે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આવું કરવામાં આવેલ છે તેની તપાસ કરવા માંગણી કરેલ છે.

વીડિયો ગેમના રવાડે ચઢી વિદ્યાર્થીઓએ જાતે જ એકબીજાના હાથ પર પેન્સિલના શાર્પનરથી ચીરા પાડ્યાનો દાવો કરવામાં આવ્યો છે. એક બાળકે તો તેના સાથી વિદ્યાર્થીઓને હાથ પર બ્લેડના કાપા મારવા માટે 10 રૂપિયા આપવા સુધીની ઓફર કર્યાની પણ જાણકારી મળી રહી છે. આ મામલો લગભગ આઠ દિવસ સુધી છુપાવાયો હતો અને આખરે ઘટના ઉઘાડી પડી જતા મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા બ્લૂ વ્હેલ નામની ગેમ આવી હતી. જેમાં લોકોને પોતાની જાતને નુકસાન પહોંચાડવા અને જીવને જોખમમાં મૂકે તેવા ટાસ્ક આપવામાં આવતા હતા. તે એપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. હવે અમરેલીના બગસરામાં આ વિદ્યાર્થીઓ હાલ કઈ ગેમ રમી રહ્યા હતા તે તપાસનો વિષય છે.

Advertisment
Latest Stories