/connect-gujarat/media/post_banners/aac928a6bd4141303bc2fe43d79e32bfa795048fa301100727092b004c53be52.jpg)
અમરેલી જીલ્લાના રાંઢીયા ગામે કૌટુંબિક કારણોસર થયેલા ડખામાં કાકા સસરાએ ચપ્પુ વડે હુમલો કરતા ભત્રીજા વહુનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
અમરેલી જીલ્લાના રાંઢીયા ગામે ખૂની ખેલ ખેલાયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, રાંઢીયા ગામે કાકા સસરા દ્વારા ભત્રીજા વહુ ઉપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. વહેલી સવારે સર્જાયેલી આ ઘટનામાં ગંભીર ઈજાના પગલે ભત્રીજા વહુનું મોત નીપજ્યું હતું, જયારે કાકા સસરાએ પણ ભત્રીજા વહુની હત્યા બાદ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં જાતે છરી મારીને ઈજાગ્રસ્ત થયેલા કાકા સસરાને અમરેલીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં કાકા સસરા અસ્થિર મગજના હોવાનું સ્થાનિકોએ પોલીસને જણાવ્યું હતું, ત્યારે હાલ તો હત્યા પાછળ કયા કારણો જવાબદાર છે, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.