-
લાઠી પંથકમાં ગાંગડીયા નદીના બ્રિજ પાસેની ઘટના
-
નિર્વસ્ત્ર હાલતમાં મળી આવ્યો હતો મહિલાના મૃતદેહ
-
પોલીસે મહિલાના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યુ
-
ફોરેન્સિક રિપોર્ટમાં હત્યા કરાય હોવાનું બહાર આવ્યું
-
સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં ગાંગડીયા નદીના બ્રિજ નીચેથી નિર્વસ્ત્ર હાલતમાં મળી આવેલ મહિલાના મૃતદેહ મામલે ફોરેન્સિક રિપોર્ટ બાદ આ મહીલાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ વધુ તેજ કર્યો છે.
અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં ગાગડીયા નદીના બ્રિજ નીચેથી ગત તા. 28 માર્ચ-2025ના રોજ નિર્વસ્ત્ર હાલતમાં એક મહિલાનો પાણીમાં તરતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને શંકાસ્પદ લાગતા મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો. જેમાં ફોરેન્સિક રિપોર્ટમાં મહીલાની હત્યા કરી હોવાનું બહાર આવતા સનસનાટી મચી જવા પામી હતી.
પોલીસ તપાસમાં આ મહીલાની ઓળખ જમુબાઇ ગોટીયા રાવતલે, જે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શાહદા તાલુકાના પીપરા ગામની હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ મુજબ મહિલાની હત્યા ગળે ટૂંપો આપીને કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ સાથે જ મૃતક મહીલા તા. 26 માર્ચ-2025ના રોજ મહારાષ્ટ્રથી ગુમ હોવાની માહિતી પણ સામે આવી છે. મૃતકના પરિવારજનો સાથે સંપર્ક કરીને મહિલા કેમ ગુમ થઈ, કોની સાથે લાઠી સુધી પહોંચી, તે સમગ્ર બાબતો પર અમરેલી પોલીસે જીણવટભરી તપાસ શરૂ કરી છે.