અમરેલી :  ભાજપ શાસિત ચલાલા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તથી રાજકીય જગતમાં ખળભળાટ

અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકાના સદસ્યોમાં ભડકો થયો છે.અને ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ - ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ છે.

New Update
  • ચલાલા પાલિકા તંત્રમાં ભડકો

  • પ્રમુખ -ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત

  • 24 પૈકી 20 સભ્યોએ રજુ કરી દરખાસ્ત

  • ભાજપ શાસિત પાલિકામાં મચ્યો ખળભળાટ

  • નારાજ સભ્યોએ ચીફ ઓફિસરને કરી રજૂઆત

અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકાના સદસ્યોમાં ભડકો થયો છે.અને ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ - ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ છે.પાલિકામાં 24 એ 24 સભ્ય ભાજપના હોવા છતાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકા ભાજપ શાસિત છે,અને પાલિકામાં 24એ 24 સભ્ય પણ ભાજપના જ છે,તેમ છતાં પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજુ કરવામાં આવતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે.પાલિકાના સદસ્યોએ મળીને પાલિકા પ્રમુખ - ઉપપ્રમુખ સામે મોરચો માંડ્યો છે.ચલાલા પાલિકાના સભ્યોની અવગણનાઅવિશ્વાસ સાથે ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સામે મૂકવામાં આવ્યો છે. જ્યારે ચલાલા પાલિકામાં કુલ 24માંથી 20 સભ્યોએ ભાજપના મહિલા પ્રમુખ નયના વનરાજભાઈ વાળા અને ઉપપ્રમુખ પ્રવીણ માલવિયા સામે અવિશ્વાસની દરખાસ્ત વોર્ડ નંબર 2ના સભ્ય મુકતા પરમારે રજૂ કરીને 24 પૈકી 20 સભ્યો સહી કરી હતી.અને પાલિકામાં ભાજપ સરકાર દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કામોની ગ્રાન્ટ પડી હોવા છતાં પ્રમુખ ઉપપ્રમુખ અણઘડ વહીવટ કરતા હોવાનું અવિશ્વાસ દરખાસ્ત મુકનાર મહિલા સદસ્યએ આક્ષેપ સાથે જણાવ્યું હતું.

ચલાલા નગરપાલિકામાં પ્રમુખ - ઉપપ્રમુખ મનસ્વી રીતે વહીવટ કરતા હોયને પાલિકાના સદસ્યોને વિશ્વાસમાં લીધા વિના માત્ર ચૂંટણી થયા બાદ માર્ચ એન્ડિંગમાં બજેટ બેઠક બાદ છેલ્લા 7 માસથી એક પણ સામાન્ય સભા બેઠક ન બોલાવતા સદસ્યોમાં નારાજગી વ્યાપી હતી. અવિશ્વાસની દરખાસ્ત પાલિકાના ચીફ ઓફિસરને આપીને દિવસ પંદરમાં સામાન્ય સભા બોલાવવામાં આવે અન્યથા સક્ષમ અધિકારી સમક્ષ કાર્યવાહી કરવાની ચીમકી ચીફ ઓફિસરને લેખિતમાં આપી છે. ત્યારે પાલિકાના પ્રમુખ નયના વાળા અને ઉપપ્રમુખ પ્રવીણ માલવિયા પાલિકા કચેરીએ હાજર ન હતા,જ્યારે ચીફ ઓફિસર પણ ભાવનગર પ્રાદેશિક પાલિકા કચેરીએ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. તેથી ચલાલાના સ્થાનિક અને ધારી વિધાનસભાના ધારાસભ્ય જે.વી. કાકડિયાએ ઘીના ઠામમાં ઘી પડી જવાનું જણાવ્યું હતું.

Latest Stories