અમરેલી : જામકા નજીક બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એક વિદ્યાર્થીનું મોત, 8 મુસાફરોને ગંભીર ઇજા...

ખાંભા તાલુકાના જામકા ગામ નજીક બાઇક અને છકડો રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા બાઇક સવાર વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું

અમરેલી : જામકા નજીક બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એક વિદ્યાર્થીનું મોત, 8 મુસાફરોને ગંભીર ઇજા...
New Update

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના જામકા ગામ નજીક બાઇક અને છકડો રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા બાઇક સવાર વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું, જ્યારે રિક્ષામાં સવાર 8 મુસાફરોને ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના જામકા ગામ નજીક બાઇક અને છકડો રિક્ષા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક લઈને શાળાથી ઘર તરફ જતાં વિદ્યાર્થીનો છકડો રિક્ષા સાથે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળાં ભેગા થયા હતા. બનાવની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, બાઇક સવાર વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. તો બીજી તરફ, છકડો રિક્ષામાં સવાર 8 જેટલા મુસાફરોને ગંભીર ઇજા પહોચતા તમામ ઈજાગ્રસ્તોને રાજુલા, ખાંભા અને નાગેશ્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 2 લોકોની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, ત્યારે હાલ તો પોલીસે અકસ્માતે એક વિદ્યાર્થીના મોત અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

#bike #injured #CGNews #rickshaw #student died #Gujarat #Amreli #accident #Jamka #8 passengers
Here are a few more articles:
Read the Next Article