/connect-gujarat/media/post_banners/23dc9e519e0d768067b3f623fadc7e42bdae3c1f25cd4c90665f7ef1fb46fff8.jpg)
અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં પીવાના દુષીત પાણીથી ત્રસ્ત શહેરીજનોએ તંત્ર પ્રત્યે પોતાનો રોષ ઠાલવ્યો હતો.
અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં છેલ્લા 1 મહિનાથી લોકોને પીવાનું દુષીત પાણી મળતું હોવાની બૂમો ઉઠી રહી છે, ત્યારે પીવાના પાણીની પારાયણ ત્રસ્ત શહેરીજનોએ પાલિકા તંત્ર પ્રત્યે પોતાનો રોષ ઠાલવ્યો હતો. પીવાના પાણી મુદ્દે પાલિકા તંત્ર તેમજ સ્થાનિક ધારાસભ્યને પણ અનેક રજૂઆતો બાદ નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. શહેરના કેટલાક વિસ્તારમાં આવતું ડહોળું અને દૂષિત પાણીના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર થવાની શક્યતાઓ વર્તાય રહી છે. લાખોના ખર્ચે બનેલા પાલિકાના ફિલ્ટર પ્લાન્ટ પણ શોભાના ગાઠીયા સમાન હોય તેવો લોકોએ આક્ષેપ કર્યો હતો.