/connect-gujarat/media/post_banners/cc28b3fa5492a1c5336c03e21c82256ab1dd22f9cb5be4a74319009121987103.webp)
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરની મધ્યમાંથી પસાર થતા પીપાવાવ અંબાજી નેશનલ હાઈવેના બાયપાસ રોડનું કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું
અમરેલીના સાવરકુંડલા ખાતે નિર્મિત સાવરકુંડલા બાયપાસ રોડનું મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી કેન્દ્રીય મંત્રી પરષોતમભાઈ રૂપાલાના અધ્યક્ષસ્થાને અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે પીપાવાવ-અમરેલી-સાયલા-અંબાજી પ્રગતિપથ-1 અંતર્ગત આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-34 પર 37 કરોડના ખર્ચે 9.12 કિ.મી. બાયપાસરોડ તૈયાર કરવામાં આવ્યો છે.આ પ્રસંગે સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય હિરાભાઇ સોલંકી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.